આઝાદીના અમૃત મહોત્સવ:કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન વિભાગ દરિયાઇ માર્ગે 'સાગર પરિક્રમા' કરશે, માછીમારો અને ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ સંપર્ક કરશે

અમદાવાદ5 મહિનો પહેલા
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા - Divya Bhaskar
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા
  • માછીમારોની સમસ્યા અને પ્રશ્નો રૂબરૂમાં જાણી કેન્દ્રીય મંત્રી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી અંગે વાકેફ કરશે

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા 'સાગર પરિક્રમા' કાર્યક્રમની 5 માર્ચ એટલે કે શનિવારથી શરૂઆત કરાવશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમ થકી માછીમારોની સમસ્યા અને પ્રશ્નો રૂબરૂમાં જાણી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી અંગે વાકેફ કરશે. કેન્દ્ર મત્સ્ય અને પશુપાલન મંત્રીએ માછીમારો સંદર્ભે એક મહત્વપૂર્ણ જાણકારી આપતા એ પણ જાહેરાત છે કે ખેડૂતની માફક હવે માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

કેન્દ્ર સરકારના પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ દ્વારા 'સાગર પરિક્રમા' નામે રાજ્યના દરિયા કિનારા માછીમારોની પ્રત્યક્ષ મુલાકાત કરશે. જેનો પ્રથમ તબક્કા યાત્રાનો આવતીકાલે શનિવારથી શરૂઆત થશે. જે 6 માર્ચે પોરબંદર દરિયા કાંઠે સમાપ્ત થશે. સાગર પરિક્રમા યાત્રા માંડવીના શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ખાતેથી શરૂ કરવામાં આવશે અને ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે પૂર્ણ થશે. વિવિધ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તબક્કા વાર આ કાર્યક્રમ યોજાશે. 9 દરિયાઈ રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોના 8118 કિમી દરિયાકિનારાને આ પરિક્રમાં આવરી લેવામાં આવશે.

રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડ અને મત્સ્યોદ્યોગ વિભાગ, ગુજરાત સરકાર, ભારતીય કોસ્ટ ગાર્ડ, ફિશરી સર્વે ઓફ ઈન્ડિયા, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને માછીમારોના પ્રતિનિધિઓએ 'સાગર પરિક્રમા' કરાયું આયોજન કરી રહ્યું છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અભિયાન અંતર્ગત દરિયાકાંઠાના માછીમાર લોકોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. બીજા તબક્કાની સાગર પરિક્રમાના કાર્યક્રમમાં ગુજરાતના અન્ય જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશન દરિયાકિનારાનો સમાવેશ કરવામાં આવશે. આ કાર્યક્રમ સંદર્ભે પોરબંદરમા 'સી-ફૂડ' સાથે સંકળાયેલ વેપારીઓ ની પણ મુલાકાત કરવામાં આવશે. મત્સ્ય પાલન સાથે જોડાયોલા માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની જેમ યોજના બની છે, જે અંગે માછીમારોને જાગૃત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...