તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પેટાચૂંટણી:ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી અંગે 29 સપ્ટેમ્બરની બેઠકમાં લેવાઈ શકે છે નિર્ણય

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીય ચૂંટણીપંચ આજે બપોરે બિહારની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.
  • કોંગ્રેસના 8 ધારાસભ્યનાં રાજીનામાં બાદ વિધાનસભાની 8 બેઠક ખાલી પડી છે

કેન્દ્રીય ચૂંટણીપંચ આજે જાહેર કર્યું છે કે ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીની તારીખો અત્યારે જાહેર કરવામાં આવશે નહીં, આ અંગે આગામી 29 સપ્ટેમ્બરે બેઠક યોજાશે, જેમાં આ 8 બેઠકની પેટાચૂંટણી અંગે નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલાં એવું માનવામાં આવી રહ્યું હતું કે આજે બિહાર વિધાનસભાની ચૂંટણી અંગે કેન્દ્રીય ચૂંટણીપંચ જે પત્રકાર પરિષદ યોજી રહી છે એમાં ગુજરાતની વિધાનસભાની પેટાચૂંટણી અંગે પણ જાહેરાત કરી શકે છે.

ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ

કુલ બેઠકો182
ભાજપ103
કોંગ્રેસ65
બીટીપી2
એનસીપી1
અપક્ષ1

કોંગ્રેસના MLAના રાજીનામાથી બેઠકો ખાલી

કોંગ્રેસમાં મોટે પાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને એ પછી ત્રણ ધારાસભ્ય મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યે રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામાં આપ્યાં હતાં, જેને પગલે આ બેઠકો ખાલી પડી છે. કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે. વી. કાકડિયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં.

ક્યાં ચૂંટણી

કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ, અબડાસા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો