ભાસ્કર વિશેષ:સુંદરવનને મળતી કેન્દ્રિય સહાય બંધ, લોકોને આર્થિક મદદ કરવા, પ્રાણી દત્તક લેવાની અપીલ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પાર્કને જાળવવા વર્ષે પાંચ લાખ ખર્ચ થતો હોવાથી આર્થિક તંગી

પ્રકૃતિને અનુભવવા અને સમજવા માટે શહેરમાં બનાવામાં આવેલા સુંદરવનને કેન્દ્ર સરકારની સહાય બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે મેનેજમેન્ટને સુંદરવન ચલાવવા માટે આર્થિક મદદની જરૂર પડી છે. મેનેજમેન્ટે આ સંસ્થાને ચાલુ રાખવા માટે સ્થાનિકોની મદદ માગી છે. સેટેલાઇટ પાસે આવેલા સુંદરવનની સેંકડો લોકો મુલાકાત લેતા હોય છે.

નેચર ડિસ્કવરી સેન્ટર એ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (સીઇઇ) અને કર્મક્ષેત્ર એજ્યુકેશનલ ફાઉન્ડેશન સુંદરવન ચલાવે છે. સુંદરવનના સિનિયર પ્રોગ્રામ કોડિર્નેટર સુરેશ બાબુએ જણાવ્યું હતું કે, સીઇઇને કેન્દ્રિય ફંડ મળતું હતું. પરંતુ 2017થી કેન્દ્ર સરકારે સીઇઇને ફંડ આપવાનું બંધ કરતા સુંદરવનની આવક બંધ થઇ ગઇ હતી. સુંદરવન સ્વ-નિર્ભર એકમ હોવાથી અને તેની આવકનો મુખ્ય સ્ત્રોત પ્રવેશ ટિકિટ અને અન્ય કાર્યક્રમો છે. તેથી સુંદરવનની જાળવણી કરવી અમારા માટે ખૂબ મુશ્કેલ બની રહી છે.

દર મહિને સરેરાશ રૂ. 5 લાખ ખર્ચ પાર્કની જાળવણી અને અન્ય ખર્ચાઓ માટે થાય છે. પ્રાણીઓના ખોરાકની કિંમત અંદાજે રૂ. 1 લાખ છે. આ ખર્ચને પહોંચી વળવા માટે અમારી આવક માત્ર એન્ટ્રી ટિકિટ છે. ત્યારે વૈશ્વિક રોગચાળા દરમિયાન મુલાકાતીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. અમે નથી ઇચ્છતા કે અમારા પ્રાણીઓ પીડાય તેથી અમે નાગરિકોને વિનંતી કરીએ છીએ કે તમે શક્ય તેટલું યોગદાન આપો અથવા ઓછામાં ઓછા એક મહિનાના જાળવણી ખર્ચ સહન કરીને અમારા પ્રાણીને દત્તક લો.

કંપનીઓના CSR ફંડમાંથી મદદ મગાઈ
નાના હતા ત્યારે અને અમારા નાના બાળકોને લઇને ફરવા જવા જેવું સુંદર સ્થળ સુંદરવન છે. આ સરસ સંસ્થાને બચાવવા માટે અમે લોકોને અપીલ કરી છે. સુંદરવનને બચાવ દરેક કંપની પોતાના સીએસઆર ફંડથી મદદ કરે તેવી અપીલ પણ કરીશું. જેથી આવી સારી સંસ્થા કાયમ માટે બંધ ન થાય. > જક્ષેય શાહ, ચેરમેન વેસ્ટર્ન રિજન એસોચેમ

કુદરત અને પ્રાણીનો પરિચય કરાવે છે
સુંદરવન બાળકોને કુદરત અને પ્રાણીઓ સાથે પહેલો પરિચય કરાવતું સ્થળ છે. આ જગ્યાએ બાળકોએ એક વખત આનંદ માણ્યો હતો અને હવે તેઓ તેમના બાળકોને લઇને આવે છે. તેથી શહેરીજનોની મદદથી આવનાર બાળકો માટે તેને સાચવવાનો પ્રયાસ કરું છું. > કાર્તિકેય સારાભાઇ, ડાયરેકટર સીસીઇ

અન્ય સમાચારો પણ છે...