દાણચોરીમાં પકડાયેલા તમામ કેરિઅરોનું લિસ્ટ તૈયાર:સોનાની દાણચોરી વધતા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેન્ટ્રલ એજન્સીઓએ વોચ વધારી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશભરમાં દાણચોરી માટે કુખ્યાત છે. દેશભરના સ્મગલરો સોનાની દાણાચોરી અમદાવાદથી જ કરાવી રહ્યા છે. કોરોના બાદ અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું દુષણ સતત વધતું રહેતા તમામ સેન્ટ્રલ એજન્સીઓએ વોચ વધારી દીધી છે. ખાસ કરીને દુબઈથી આવતી ફ્લાઇટના મુસાફરો ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત કસ્ટમ્સ અને ઇન્ટેલિજન્સના અધિકારીઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન દાણચોરીના કેસમાં ઝડપાયેલા તમામ કેરિયરનું લિસ્ટ બનાવી લીધું છે. તેઓ હાલ શું કરી રહ્યા છે તેની તપાસ પણ શરૂ કરી દીધી છે સાથે સાથે સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા બાતમીદારોને પણ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે. ઈમિગ્રેશન અથવા ગ્રીન ચેનલમાં દાણચોરો ઝડપાય નહીં અને તેઓ બહાર નીકળી જાય તો તેમને એરપોર્ટની બહાર પણ ઝડપી લેવા માટે ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે.

સોનાની દાણચોરીની છેક દિલ્હી સુધી નોંધ લેવાઈ ​​​​​​​કોરોનાકાળમાં લાંબા સમય સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ રહેતા અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરી બંધ થઈ ગઈ હતી. હવે ધીરે ધીરે તમામ ઇન્ટરનેશનલ ફ્લાઈટો શરૂ થઈ ગઈ છે અને દાણચોરો પણ એક્ટિવ થઈ ગયા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી મોટા પ્રમાણમાં દાણચોરીનું સોનુ ઝડપાયું છે. આ બાબતોની નોંધ છેક દિલ્હી સુધી લેવાતા તમામ સેન્ટ્રલ એજન્સીઓને અમદાવાદ એરપોર્ટ પર વોચ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. કસ્ટમ, ઇન્ટેલિજન્સ, ઈમિગ્રેશન તેમજ સ્થાનિક એજન્સીઓ પણ એક્ટિવ બની ગઈ છે.

તમામ રીઢા કેરિયરો પર વોચ રાખવામાં આવી રહી છે. જે લોકો અગાઉ પકડાયા છે તેમની પ્રવૃત્તિની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત એરપોર્ટ પર પણ સતત સિનિયર અધિકારીઓ ફરતા રહે છે.

છેલ્લા મહિનાઓ દરમિયાન એવા પણ મુસાફરો આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે કે તેઓ વારંવાર દુબઈની ટ્રીપ મારી રહ્યા છે તેઓ શા માટે દુબઈનું અપડાઉન કરી રહ્યા છે તેની વિગતો પણ ચકાસવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...