તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉદઘાટન:GNLUમાં મહિલા અને બાળ અધિકાર કેન્દ્રની સ્થાપના થઇ

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારના બાળ અધિકારના રક્ષણ માટે રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ પ્રિયંક કનોંગોએ આજે ​​જીએનએલયુ ખાતે મહિલા અને બાળ અધિકાર કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું. સમારોહમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા, યુનિસેફના ગુજરાતના ચીફ જોડાયા હતા. આ કેન્દ્રની સ્થાપના મહિલા અને બાળ વિકાસના ક્ષેત્રમાં વિચારશીલતાને પ્રોત્સાહન આપવા કરવામાં આવી છે. કેન્દ્રને બે પાંખો સંશોધન અને નીતિ વિષયક વીંગમાં વહેંચાયું છે. સંશોધન વીંગ માહિતી માટેની કાનૂની બાબતોના વિશ્લેષણમાં જોડાશે. જ્યારે નિતિ વિષયક વીંગ સમાજીક ક્ષેત્રે સ્ત્રીઓ અને બાળકો સાથે પ્રવૃત્તિઓનું આયોજન કરશે.

એનસીપીસીઆરના અધ્યક્ષ પ્રિયંક કનોંગો એ કહ્યું, આધુનિક સમયમાં ભારતના બાળકોના અધિકારોને ભારતીય દ્રષ્ટિકોણથી કલ્પનાશીલ બનાવવાની જરૂર છે. જ્યારે યુનિસેફના ચીફ ઓફિસર ડો. લક્ષ્મી ભવાનીએ કહ્યુ હતું કે, જવાબદારી અને મજબૂત ન્યાયપ્રણાલી વિના મહિલા અને બાળકોના અધિકારની અનુભૂતિ શક્ય નથી. ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા લીલીબેન અંકોલીયાએ કહ્યું કે, સમાન સમાજ બનાવવા સાથે મળીને કામ કરવું પડશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો