તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસને વેગ:રાજ્ય સરકારને વધારાની 4,352 કરોડની લોન લેવા કેન્દ્રની મંજૂરી

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારીના સંક્રમણ અને લોકડાઉનને કારણે આર્થિક ગતિવિધિઓ બંધ રહેતા દેશમાં તમામ રાજ્યોની આવકમાં ઘટાડો થતા વહીવટી અને વિકાસ કાર્યોના ખર્ચને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન રેશનકાર્ડ યોજનામાં સુધારાલક્ષી કામગીરી બદલ ગુજરાત સહિત 13 રાજ્યોને વધારાની લોન લેવાની મંજૂરી આપી છે. જેમાં ગુજરાતને વધારાની 4,352 કરોડની લોન લેવાની મંજૂરી મળી છે.

કોરોના મહામારીમાં ઘટતી આવકો સામે ખર્ચને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી વળતરની રકમ ચૂકવવાને બદલે રાજ્યોને લોનનો વિકલ્પ આપ્યો હતો. આ ઉપરાંત લોન લેવાની મર્યાદા કુલ ઘરેલુ ઉત્પાદન (જીએસડીપી)ના 3 ટકાથી વધારીને 5 ટકા કરવાની મંજૂરી આપી હતી. તેમજ રાજ્યોને ચાર ક્રાઇટેરિયા વન નેશન વન રેશનકાર્ડ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, અર્બન એરિયા યુટિલિટી રિફોર્મ્સ અને ઉર્જાક્ષેત્રે સુધારાલક્ષી કામગીરી કરનાર રાજ્યોને વધારાની લોનની મંજૂરીની યોજના અમલમાં મૂકી હતી. ગુજરાત સરકારે વન નેશન વન રેશનકાર્ડ યોજનામાં કરેલી સુધારાલક્ષી કામગીરીને ધ્યાને રાખીને વધારાની લોન લેવાની મંજૂરી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો