ઉજવણી:શિક્ષણના પડતર પ્રશ્નોનો ઉકેલ આવતા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિક્ષકો અને સ્કૂલમાં ભણાવતા આચાર્યોના પડતર પ્રશ્નોના અંગે લાંબા સમયની રજુઆત કરતા અંતે સરકારે માંગણી પુરી કરી છે.શિક્ષકોની માંગણી પુરી થતા રાજ્યભરના શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે અમદાવાદ શહેર શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વાદ ગઈકાલે શિક્ષણને લાગતા શિક્ષકોના તમામ પડતર પ્રશ્નો અંગે ઉકેલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.સળંગ નોકરી સહિતની અલગ અલગ 7 માંગણીઓ હતી તે પુરી કરવામાં આવી છે જેથી અમદાવાદ શહેર શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આજે સોલા રોડ પર આવેલ નેશનલ હાઈસ્કૂલ ખાતે ભેગા થઈને ઉજવણી કરવામાં આવી હતી. સંકલન સમિતિના સભ્યોએ આ અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. આ અંગે સંચાલક મંડળના મહામંત્રી અલકેશ પટેલે જણાવ્યું હતું સરકારના આ નિર્ણયથી શિક્ષણ જગતમાં ખુશી છે.અમે સરકારનો આભાર માનીએ છીએ હવે બાકીના પડતર પ્રશ્નો છે તર અંગે અમે સરકાર સાથે બેસીને વાતચીત કરીને નિવારણ લાવીશું.

અન્ય સમાચારો પણ છે...