વિશ્વ પર્યાવરણ દિવસ:ગુજરાત યુનિ.ના કન્વેન્શન હોલમાં CMની ઉપસ્થિતિમાં #ONLYONEEARTH સ્લોગન સાથે ઉજવણી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વૃક્ષને પાણી આપતા મુખ્યમંત્રીની તસવીર - Divya Bhaskar
વૃક્ષને પાણી આપતા મુખ્યમંત્રીની તસવીર
  • પ્રાકૃતિક ખેતી તરફ જઈશું તો સ્વાસ્થ્ય સુધરશે, અને નવા રોગોથી બહાર આવી શકીશું: CM

આજે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં CM દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવી હતી. #ONLYONEEARTH સ્લોગન સાથે ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે કાર્યક્રમમાં જગદીશ પંચાલ, મેયર કિરીટ પરમાર હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા GMDC ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગામડામાં અનોખી પહેલ તરીકે આજે ઉજવાશે. ગ્રામ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક કચરાના વ્યવવસ્થાપનની પહેલ થશે. 100 ગામડાઓથી શરૂ થયેલ અભિયાન આજે 848 ગામ સુધી વ્યાપ વધાર્યો છે. 1,60,000 કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને પર્યાવરણ સુરક્ષિત કરવાનો નીર્ધાર કરવામાં આવ્યો હતો.

ડાંગને પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાયો
મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે, ડાંગને પ્રથમ પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે. 15 લાખ વૃક્ષો પર્યાવરણ દિવસે ઉગાડવામાં આવશે, 1972માં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનું શરૂઆત થઈ હતી. પીએમ જ્યારે સીએમ હતા ત્યારે પણ પર્યાવરણની ચિંતા કરતા હતા. આપણે પહેલા રાજ્ય હતા જ્યાં સૌ પ્રથમ ક્લાઈમેટ ચેન્જ વિભાગ બનાવ્યો છે.

હવે પર્યાવરણ વિશે વિચારવાનો સમય આવ્યો છે
સી.એમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે 50મો વિશ્વ પર્યાવરણ દિવસ છે. હવે એક ટાઈમ આવ્યો છે કે હવે વિચારવું પડે એવું છે. વ્યવસાયીઓ અહીં બેઠા છે, ક્યાંય હું પણ જવાબદાર હોઈશ. આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી પાછા ફરવું પડે એવી જરૂરિયાત ઊભી થઈ છે. મોદીજી આપણી સાથે છે, દીર્ઘદ્રષ્ટા છે, એમની સાથે સહભાગી થવાની જરૂર છે. વેપાર કરતા હોઈએ ત્યારે આપણને કોઈક જગ્યાએથી લાઈન સેટઅપ થયેલી હોય તો એકબીજાની દેખાદેખીમાં ભૂલ કરતા હોઈએ છીએ. બધા સાથે મળીને દૂર કરવી પડશે. પાણી છોડતા હોઈએ, કચરો ડિસ્પોઝ કરીએ તો પ્રકૃતિને નુકસાનનાં થાય એ આપણી જવાબદારી છે.

પ્રાકૃતિક ખેતી તરફ જઈશું તો સ્વાસ્થ્ય સુધરશે: CM
​​​​​​​
તેમણે કહ્યું કે, કુદરતના નિયમો તોડીશું તો કેવી રીતે છૂટાશે, એ તમે વધારે જાણતા હશો. જમીનમાં આજે કેમિકલયુક્ત ખાતર, કેમિકલના છંટકાવ થતા ફળદ્રુપતા ઘટી, જે અનાજ પાક્યું, એ કેટલું નુકસાન કરે છે, બધા જાણે છે. પહેલા 50 વર્ષ બાદ શરીરની તપાસની સલાહ આપતા, હવે 40 વર્ષે જ ડોક્ટર કહી રહ્યા છે. નાની ઉંમરે બ્લડ પ્રેશર, એટેક, ડાયાબિટીસની શરૂઆત થઈ છે. પ્રાકૃતિક ખેતી તરફ જઈશું તો સ્વાસ્થ્ય સુધરશે, અને નવા રોગોથી બહાર આવી શકીશું. ઔધોગિક એકમો માત્ર પૈસા સામે જોશે તો સમસ્યા વધશે, તમને સમસ્યા ના થાય એ જોવાની અમારી જવાબદારી પણ સૌએ સાથે કામ કરવું પડશે. તમને હેરાનગતિ ઓછી થાય એવો પ્રયત્ન છે.

અન્ય સમાચારો પણ છે...