• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Celebration Of Shauryajanli Amrut Mahotsav Week At Gujarat University Library, Exhibition Of Freedom Fighters, Heritage Of Independence Books

રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ:ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયમાં શૌર્યાજંલિ અમૃત મહોત્સવ સપ્તાહની ઉજવણી, સ્વાતંત્ર્યવીરો, આઝાદીના વારસાનો પુસ્તકોનું પ્રદર્શન

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયમાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયમાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી
  • પુસ્તક પ્રદર્શનને ગ્રંથાલયના જોબ ટ્રેઈની માયા લિંબોલાના વરદહસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું

સમગ્ર ભારતવર્ષમાં તારીખ 14થી 21 નવેમ્બર રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે હાલમાં આઝાદીના અમૃત મહોત્સવ ઇન્ડિયા @75ની ઉજવણી સમ્રગ ભારતવર્ષમાં વિવિધ રાજ્યો અને શહેરોમાંથી જાહેર સામાજીક અને ખાનગી સાથે રાજકીય પક્ષો દ્વારા પણ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયમાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહને : “શૌર્યાજંલિ અમૃત મહોત્સવ સપ્તાહ “તરીકે ઉજવવામાં આવી રહ્યૂં છે. આ પ્રસંગે કુલ 7 દિવસ ભારત રાષ્ટ્રના આઝાદીના ઈતિહાસ અને સ્વાતંત્ર્યમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર સ્વાતંત્ર્યવીરોના જીવન અને કવન આઝાદીના વારસાને ઉજાગર કરતા સાથે જ શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ અંતર્ગત આવરી લેવામાં આવેલ વિષયોને લગતા પુસ્તકો પ્રદર્શન આજરોજ કુલપતિ પ્રોફે. ડો.હિમાંશુ પંડ્યા સાહેબ માનનીય ઉપકુલપતિ ડો.જગદીશ ભાવસારની વિશેષ ઉપસ્થિતિમાં ગ્રંથાલયના જોબ ટ્રેઈની માયા લિંબોલાના વરદહસ્તે ખુલ્લું રાખવામાં આવેલ હતું. પ્રતિદિન આ ગ્રંથપ્રદર્શનમાં યુવાનોની સહભાગીદારી સાથે યુવાનો આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીમાં સાંકળી લેવામાં આવશે. કા.ગ્રંથપાલ ડો.યોગેશ આર પારેખના જણાવ્યાનુસાર રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી: “શૌર્યાજંલિ અમૃત મહોત્સ્વ સપ્તાહના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે "પ્રજ્ઞા પુસ્તક પરબ" શરૂ કરવામા આવેલ છે. આ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે મહિનામાં બીજા અને ચોથા શનિવાર રોજ પુસ્તકો વિના મૂલ્યે વિદ્યાર્થીગણ સહિત નાગરિકોને પણ વાંચનાર્થે આપવામાં આવશે. ગ્રંથાલય દ્વારા આ માટે ગ્રંથાલયની સામે ગાર્ડનમાં નાગરિકોના અવર જવરના રસ્તે આ "પ્રજ્ઞા પુસ્તક પરબ" અંતર્ગત સવારે 9થી બપોરે 12 ક્લાક સુધી પુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવશે.

કુલપતિ ડો.હિમાંશુ પંડ્યા અને ઉપકુલપતિ ડો.જગદીશ ભાવસાર પ્રદર્શન ખુલ્લું મૂકાયું ત્યારે ઉપસ્થિત રહ્યા
કુલપતિ ડો.હિમાંશુ પંડ્યા અને ઉપકુલપતિ ડો.જગદીશ ભાવસાર પ્રદર્શન ખુલ્લું મૂકાયું ત્યારે ઉપસ્થિત રહ્યા

ગુજરાત યુનિવર્સિટી ખાતે વિવિધ પુસ્તકો નાગરિકો કે જે વિદ્યાર્થીઓ ભણી જાય પછી તેઓના પુસ્તકો ગ્રંથાલય ખાતે ભેટ આપવામાં આવતા હોય છે અને આ અંગેની સતત ઇન્કવાયરી આવતી હોય છે. આથી આવા ભેટમાં આવેલ પુસ્તકોનો યથાયોગ્ય ઉપયોગ થાય તેના વાચકો સુધી વિના પહોંચે એ શુભ આશયથી આ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. કા.ગ્રંથપાલ ડો.યોગેશ આર પારેખના જણાવ્યાનુસાર ગુજરાત ખાતે આવેલ રાજ્યની સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓના ગ્રંથાલયો પૈકીની ગુજરાત યુનિવર્સિટી ખાતેની પ્રથમ પહેલ છે.

14મી નવેમ્બર: મહાત્મા ગાંધીજીના જીવન અને કવન ઉપર પ્રકાશિત 75 વિવિધ ગ્રંથોનું પ્રદર્શન
15મી નવેમ્બર: સુભાષચંદ્ર બોઝ પર પ્રકાશિત પુસ્તકોનું પ્રદર્શન
16મી નવેમ્બર: સ્વાતંત્ર્ય સંગ્રામમાં નારીરત્નનું પ્રદાનને વગતા ગ્રંથોનું પ્રદર્શન
17મી નવેમ્બર: બાળ ગંગાધર તિલક ભગતસિંહ રાજગુરુના જીવન અને કવન ઉપર પ્રકાશિત વિવિધ ગ્રંથોનું પ્રદર્શન
18મી નવેમ્બર: નશાબંધી નિવારણ અંગેના ગ્રંથોનું પ્રદર્શન
19મી નવેમ્બર: કુદરતી ખેતી અને પર્યાવરણને સંબંધિત પુસ્તકોનૂં પ્રદર્શન
20મી નવેમ્બર: સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવન ઉપર પ્રકાશિત વિવિધ ગ્રંથોનું પ્રદર્શન
21મી નવેમ્બર: ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન અને કવન ઉપર પ્રકાશિત વિવિધ ગ્રંથોનું પ્રદર્શન આયોજિત કરવામાં આવશે

આ સપ્તાહની ઉજવણી દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયના કા. યુનિવર્સિટી ગ્રંથપાલ ડો. યોગેશ પારેખને સરકારી યુનિવર્સિટીની કેટેગરીમાં કા. યુનિવર્સિટી ગ્રંથપાલ અને પીએચડીના માર્ગદર્શક તરીકે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિષયમાં 40 વર્ષની વયે 12 વિદ્યાર્થીઓને પીએચડીના માર્ગદર્શક સહ માર્ગદર્શક તરીકે પીએચડી એવોર્ડ તથા 35 વિદ્યાર્થીઓને ડિઝર્ટેશન કરાવવા અને ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગ ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ પીએચડી માર્ગદર્શક તરીકે નોંધણી બદલ ઈન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ દરમિયાન આ રેકોર્ડ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.