તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:આતંરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગૃત્તિ દિવસની અમદાવાદમાં ઉજવણી, રેલવેના અધિકારીઓ બેનર સાથે જોડાયા

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેવલ ક્રોસિંગ ગેટ પાર કરનારા તમામ લોકોને જાગૃત કરવામાં આવ્યા

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર આજરોજ " આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગરુકતા દિવસ મનાવવામાં આવ્યો , જેમાં રેલવે ક્રોસિંગ ને સલામત રીતે પાર કરવા માટે લેવામાં આવતી સાવચેતીઓ અંગે માર્ગ ઉપભોક્તાઓ અને સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું .

આ દરમિયાન , અમદાવાદ ડિવિઝન પર મંડળ રેલવે મેનેજર દિપકકુમાર ઝાના કુશળ નેતૃત્વ હેઠળ વરિષ્ઠ મંડળ સુરક્ષા અધિકારી એ. વી. પુરોહિત, સંરક્ષા ટીમ અને અન્ય શાખા અધિકારીઓ અને કર્મચારી દ્વારા માર્ગે ઉપભોક્તા અને સામાન્ય લોકો ને રેલવે ક્રોસિંગ સલામત રીતે પાર કરવા માટે લેવામાં આવતી સાવચેતીઓના વિશેના બેનરો, પેકલેટ, પોસ્ટરો, મોબાઈલ મેસેજીસ, સિનેમા સ્લાઇસ વગેરે દ્વારા જાગરુક્ત કરવામાં આવ્યા. પ્રચાર અભિયાન દરમિયાન રેલવે ક્રોસિંગને સલામત રીતે પાર કરવા માટેની સાવચેતીઓને સમજાવવામાં આવી હતી અને ઉતાવળ ન કરો " , " નિયમોનું પાલન કરો " " કોઈ તમારી ઘરે રાહ જોઈ રહ્યું છે " વગેરે સૂત્રો દ્વારા જાગૃતિ ફેલાવવામાં રેલવે ક્રોસિંગ પર સંરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ડિવિઝન હંમેશા સજાગ રહે છે અને અકસ્માતોને રોકવા તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ અભિયાન દરમિયાન વેસ્ટર્ન રેલવે દ્વારા વિવિઘ લેવલ ક્રોસિંગ ગેટ ઉપર સલામતી પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા છે. લેવલ ક્રોસિંગ ગેસ પર ચેતવણી મંડળ જણાવે છે કે, લેવલ ક્રોસિંગ ગેટને ગેરકાયદેસર રીતે ક્રોસ કરવો એ શિક્ષાપાત્ર ગુનો છે અને આ કલમ 146 , 147 અને 160નો ભંગ થાય છે અને કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. તેથી , આ અભિયાન દરમિયાન લેવલ ક્રોસિંગ ગેટ પાર કરનારા તમામ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને આ કાયદા વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. જેથી કોઈપણ પ્રકારના અનિચ્છનીય અકસ્માતથી બચી શકાય. લોકોને સલામર્તીના નિયમોનું સન્માન કરવા અને જાગૃતિ માટે પ્રોત્સાહિત કરવા માટે સ્થાનિક અધિકારીઓ, આરપીએફ અને પોલીસ સાથે મળીને આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...