તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ચ્યુઅલ એસેમ્બલી:દિલ્હી પબ્લિક સ્કુલના વિદ્યાર્થીઓ માટે સ્કુલ દ્વારા ચિલ્ડ્રન્સ ડે અને પ્રિ-દિવાળીની સેલિબ્રેશનની ઉજવણી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરમાં બોપલ વિસ્તાર ખાતે આવેલી દિલ્હી પબ્લિક સ્કુલના વિદ્યાર્થીઓ માટે સ્કુલ દ્વારા ચિલ્ડ્રન્સ ડે અને પ્રિ-દિવાળીની સેલિબ્રેશનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી વર્ચ્યુઅલ એસેમ્બલીમાં કરવામાં આવી હતી. સ્કુલના વિવિધ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ડાન્સ પર્ફોમન્સ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ક્રિએટિવ વર્ક ઓનલાઈન શેર કર્યું હતું.

માત્ર વિદ્યાર્થીઓએ નહીં પણ શિક્ષકોએ પણ રંગીન પરિધાનોમાં સજ્જ થઈ આવ્યા હતા અને રંગોળી તેમજ તોરણ બનાવવા, દીવા પર પેઇન્ટિંગ અને થાળીના શણગાર જેવી કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. પંડિત જવાહરલાલ નહેરુના જીવનની ઝાંખી અને કવિતા દ્વારા બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. એક સુંદર વ્યંગરચના દ્વારા આનંદમય અને ગ્રીન દિવાળીની ઉજવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ બંને ઉજવણી એક સાથે કરાઈ હતી જેમાં 3300 કરતા પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તથા બાળદિન અને દિવાળીની આનંદકારક ઉજવણીને મન ભરીને માણી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો