ગુજરાત યુનિવર્સિટી ખાતે આઝાદીના અમૃત મહોત્સવ પખવાડિયું'ની ઉજવણી સંદર્ભે આજ રોજ એન. સી. સી કેડેટસની રાષ્ટ્રભાવના ફ્લૅગ માર્ચ આયોજીત થઈ હતી. આ ફ્લેગ માર્ચ સંદર્ભે યુનિ.ના કુલપતિ પ્રોફેસર ડો. હિમાંશુ પંડ્યાએ શુભેચ્છાઓ પાઠવી હતી. એન. સી. સી કેડેટસની ફ્લૅગ માર્ચનું પ્રસ્થાન અને ફ્લેગ ઓફ ઉપકુલપતિ ડો.જગદીશ્ભાઇ ભાવસાર દ્વારા વિવિધ કોલેજોના આસિસ્ટન્ટ કમાન્ડર ઓફિસર, ગ્રંથપાલ અને સંકલન સમિતિના સદસ્ય ડો.યોગેશ પારેખની ઉપસ્થિતિમાં કરાવેલ હતું.
એન. એન. સી કેડેટસની રાષ્ટ્રભાવના માર્ચ ગુજરાત યુનિવર્સિટીના મહાત્મા ગાંધી પ્રવેશદ્વાર શરૂ થઈને એમ. જી સાયન્સ ચાર રસ્તાથી એલ. ડી એન્જિનિયરિંગ ચાર રસ્તાથી ડો. બાબાસાહેબ આંબેડકર પ્રવેશદ્વારથી ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં ફરી યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે પરેડ સાથે સમાપન થઈ હતી.
આ રાષ્ટ્રભાવના માર્ચમાં એલ. ડી આર્ટસ, સી. યુ. શાહ સાયન્સ, એચ. એ. કોમર્સ અને એચ. કે. આર્ટસ કોલેજના એન. સી. સી કેડેટ્સ સાથે કોલેજના આસિસ્ટન્ટ કમાન્ડિંગ ઓફિસર શ્વેતાંગ ત્રિવેદી, ડો. વિનોદ મીણા, ડો. એમ. એસ. વસાવા અને ડો. એમ. એમ. વસાવા હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.