કર્ણાવતી ક્લબની અંદર વુમન્સ માટે અવનવી પ્રવૃત્તિઓના આયોજનો સતત થતા આવ્યા છે. વુમન એમ્પાવરમેન્ટ કમિટી હંમેશા મહિલા મેમ્બર્સને ધ્યાનમાં રાખી ફન ગેમ્સ તેમજ આત્મનિર્ભરતા તરફ દોરી જતા અને મહિલાઓને પગભર કરતા આયોજનો થયા છે. ત્યારે આ વખતે વુમન એમ્પાવરમેન્ટ કમિટી ઓફ કર્ણાવતી ક્લબે પર્પલ ઈવેન્ટ સાથે મળીને નારી સેલિબ્રેટિંગ વુમન પાવરનું વધુ એક મહત્ત્વપૂર્ણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં એક સાથે અનેક પ્રવૃત્તિઓ થઈ હતી.
મહિલાઓને અવેર કરતા વર્કશોપ ખૂબ મહત્ત્વના રહ્યાઃ હિતા પટેલ
આ અંગે કર્ણાવતી વુમન્સ વિંગના પ્રેસિડેન્ટ હિતા પટેલે જણાવ્યું હતું કે, કર્ણાવતી ક્લબ અમદાવાદ ખાતે યોજાયેલા મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં એક જ જગ્યાએ શોપિંગ, ફૂડ, ગેમ તથા ઈન્ડસ્ટ્રીને લગતા વર્કશોપ, હાઉઝીની મજા માણવાનો મોકો મળ્યો હતો. હાઉઝી તથા અન્ય ગેમ્સમાં પ્રાઈઝિસ આપી મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. વર્કશોપમાં આવેલા દરેક મેમ્બર્સને ગૂડી બેગ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મહિલાઓને અવેર કરતા વર્કશોપ ખૂબ મહત્ત્વના રહ્યા હતા.
વિવિધ વિષયોનું એક્સપર્ટ દ્વારા નોલેજ અપાયું
અત્યારની પરિસ્થિતિમાં જરુરી વિષયને લગતા એડવાન્સ કાન્વા, ચેટજીપીટી તથા એ. આઈ. ટુલ્સ, સોશિયલ મીડિયા માર્કેટીંગ સહિતના વિષયોને લગતા વર્કશોપ યોજાયા હતા. જેમાં એક્સપર્ટ દ્વારા જરૂરી નોલેજ પૂરું પાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં ડાન્સ વર્કશોપ, મેક-અપ વર્કશોપ, એટ્રેક્ટિવ પ્રાઈઝ, કોમ્પ્લિમેન્ટ્રી નેલ આર્ટ, અન્ય પ્રકારની સરપ્રાઈઝ એક્ટિવિટીનું આયોજન પણ થયું હતું.
આજના સમયને અનુરૂપ વિષયો પસંદ કરાયા
વધુમાં તેમણે કહ્યું હતું કે, મહિલાઓને આત્મનિર્ભર તરફ માર્ગદર્શન આપવાના હેતુસર વર્કશોપ વિવિધ વિષયો પર યોજ્યા હતા. મહિલાઓ પણ તેમના ક્ષેત્રમાં અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખી આગળ વધી શકે તે માટે આજના સમયને અનુરૂપ વિષયો પસંદ કરાયા હતા. એટલું જ નહીં આ ઉપરાંત હોળી, ધુળેટીના તહેવારમાં ખરીદીને મિસ ના કરે અને આ લ્હાવો પણ મહિલાઓને માણવાનો મોકો મળે તે માટે 40થી વધુ શોપિંગ સ્ટોલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જેમાં ક્લોથ્સ, જ્વેલરી, હોમ ડેકોર સહિતની અનેક ચીજ-વસ્તુઓ એક જ જગ્યાએથી ઉપલબ્ધ કરાવાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.