આતશબાજી સાથે ઉત્તરાયણને ગુડબાય:દિવસ રંગેબરંગી પતંગોથી અને રાતે આતશબાજી ઝળહળી ઉઠ્યું આકાશ, હિન્દી સોન્ગ પર ગુજરાતીઓના ગરબા

અમદાવાદ25 દિવસ પહેલા

કોરોનાના 3 વર્ષ બાદ લોકો ઉત્તરાયણનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ધામધૂમથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે લોકો વહેલી સવારથી જ પતંગ, ફીરકી તેમજ સાઉન્ડ સિસ્ટમ લઇને ધાબે ચડી ગયા હતા. એક તરફ આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળતા હતા. તો બીજી તરફ કાઈપો છે..., લપેટ... લપેટ...ની બૂમા સંભળાતી હતી. જોકે, આખો દિવસ રંગેબરંગી પતંગોથી ઝળહળતું આકાશ અંધારું થવાની સાથે જ આતશબાજીથી ઝળહળી ઉઠ્યું હતું. આ સાથે ધાબા પર લોકો ગરબા તેમજ હિન્દી સોન્ગ પર ઝૂમતા જોવા મળ્યા હતા.

અમદાવાદની પોળોમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી
અમદાવાદમાં ઉત્તરાયણની રાત્રે લોકોએ પતંગની સાથે આતશબાજી પણ કરી હતી. આખો દિવસ પતંગ ઉડાવવાની મજા માણ્યા બાદ ફટાકડા ફોડીને ઉજવણી કરતા જોવા મળ્યા હતા. પૂર્વ વિસ્તારમાં ખાડિયા, રાયપુર દરવાજા સહિતની પોળોમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી એક સાથે પર્વની ઉજવણી કરી
ઉત્તરાયણના પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગોતા વંદેમાતરમ વિસ્તારમાં આવેલી શુકન રેસિડેન્સિ ખાતે પતંગ ચગાવી આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયા અને ગૃહમંત્રી અમિત શાના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ગોતાના વંદેમાતરમ વિસ્તારના રહીશો સાથે અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે મુક્ત ગગનમાં પતંગ ઉડાવી ઉત્તરાયણના પર્વમાં સહભાગી થયા હતા. તેમણે લોકોનું અભિવાદન ઝીલીને રંગબેરંગી ફુગ્ગા આકાશમાં છોડીને આ પર્વને લોકોત્સવ બનાવ્યો હતો.

ફિલ્મ કલાકાર ધર્મેશ વ્યાસે સુરતમાં કરી ઉતરાયણ
ગુજરાતી રંગભૂમિથી ફિલ્મના પડદા સુધી પહોંચેલા કલાકાર અને હિન્દીમાં પણ અનેક ફિલ્મો કરી ચૂકેલા ધર્મેશ વ્યાસ ઉત્તરાયણ કરવા તો સુરત જ આવે છે. ધર્મેશ વ્યાસને ઉતરાયણનો ગાંડો શોખ છે. જન્મ મુંબઈ થયો પરંતુ જ્યારથી તેમને સમજદાર થયા ત્યારથી તેઓ ઉતરાયણ મનાવા ત્રણ દિવસ સુરત તેના મિત્રને ત્યાં જ આવે છે. ત્યારે આ વખતની ઉત્તરાયણ કરવા ધર્મેશ વ્યાસ સુરત આવ્યા ત્યારે દિવ્ય ભાસ્કર સાથે તેમણે વિશેષ વાતચીત કરી હતી.

'સુરતની ઉતરાયણ જેવી બીજે ક્યાંય હું માનતો નથી'
ઉતરાયણને લઈને ધર્મેશ વ્યાસે જણાવ્યું હતું કે દરેકના અલગ અલગ શોખ હોય છે. ઉતરાયણનો મને નાનપણથી જ ગાંડો શોખ છે. સુરતની ઉતરાયણ જેવી બીજે ક્યાંય હું માનતો નથી. હું જ્યારથી સમજદાર થયો છું. ત્યારથી ઉતરાયણ મનાવવાનો શોખ છે. સુરતમાં મારા મિત્રો સાથે ખૂબ જ આનંદ ઉમંગ અને ફૂલ ઉત્સાહ સાથે ઉતરાયણ મનાવું છું. આ દિવસે લોકોએ માત્ર આનંદ અને જલસા જ કરવાનો છે. આ જલસાની સાથે લોકોએ અબોલા પક્ષી અને પોતાના જીવનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

હર્ષ સંઘવીએ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પરિવાર સાથે મકરસંક્રાંતિને ધ્યાનમાં રાખીને ગૌ પૂજા કરી હતી. ગાય માતાની પૂજા કર્યા બાદ તેઓ પરિવાર સાથે પતંગ ઉડાવતા પણ નજરે પડ્યા હતા. તેમના વિસ્તારમાં પરિવાર અને આસપાસના લોકો સાથે હર્ષ સંઘવીએ મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. હર સંઘવીએ તમામ સુરતીઓ અને ગુજરાતના લોકોને મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવી હતી.

ઉત્તરાયણની ઉજવણી સમગ્ર રાજ્યમાં લોકો કરી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે લોક ગાયક કીર્તિદાન ગઢવીએ તેમના પત્ની સાથે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

જયેશ રાદડિયાએ પરિવાર સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
રાજકોટ-જેતપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. જયેશ રાદડિયાએ ગાયોને ઘાસચારાનું દાન કરીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જયેશ રાદડિયાએ તેમના વતન જામકંડોરણામાં ઉજવણી કરી.

લોકોના જીવ બચાવવા પોલીસ રસ્તા પર
ઉતરાયણ પર્વને લઈ ઘાતક દોરીથી લોકોના જીવ જોખમમાં ન મુકાય તેને લઈ સુરતના તમામ ફ્લાય ઓવર પર ટુવિલર ચલાવવા માટે પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. જેને લઇ બ્રિજ પર કોઈ પણ ટુ-વ્હીલર ચાલક પસાર ન થઈ શકે તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તમામ બ્રિજના છેડા ઉપર ખાસ પોલીસ તેનાત કરાવી છે અને તમામને બ્રિજ પર જવા માટે રોકવામાં આવી રહ્યા છે.

પવનની ગતિ ધીમી અને વીજ પુરવઠો ખોરવાતા ધાબા મસ્તીમાં બંધ
રાજકોટમાં પતંગ રસીકોની મસ્તીમાં બાધા આવી છે. પવનની ગતિ ધીમી અને વીજ પુરવઠો ખોરવાતા ધાબા મસ્તીમાં બંધ થઈ છે. પતંગ ઉડાડવાની સાથે લોકો મ્યુઝિક સાથે ઝૂમી રહ્યાં હતા. સવારથી જ બેથી ત્રણ વખત વીજળી ડૂલ થતા ડી.જે. સાથે મોજ માણતા લોકોના શહેરા પર નિરાશા જોવા મળી હતી.

ડી.જે.ના તાલે યુવાધન ઝૂમ્યું
ડી.જે.ના તાલે યુવાધન ઝૂમ્યું

સુરત શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું
સુરત શહેર બ્રિજ સીટી તરીકે જાણીતું છે અને શહેરમાં મોટી સંખ્યામાં લોકો બ્રિજ પરથી અવર-જવર કરે છે. ત્યારે ઉતરાયણ પર્વ દરમિયાન અકસ્માત કે ગળા કપાવવાના બનાવો ન બને તે માટે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાં મુજબ આજે અને આવતી કાલ સુધી શહેરના તમામ ફ્લાય ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર પર અવર જવર કરવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રીએ પરિવાર સાથે પતંગ ચગાવી
પૂર્વ મુખ્યમંત્રીએ પરિવાર સાથે પતંગ ચગાવી

પૂર્વ મુખ્યમંત્રીએ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી
આજરોજ રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના નિવાસસ્થાનેથી પતંગ ચગાવી પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. વિજય રૂપાણીએ ચૂંટણી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે,ભાજપની પતંગ કાપી શકે તેવું કોઈ છે જ નહીં. કેટલાય દિલ્હીથી પેચ લડાવવા આવ્યા હતા અને તેમની પતંગ જ લૂંટાઈ ગઈ.

સાંસદ દર્શના જરદોષે પતંગ ચગાવી
સાંસદ દર્શના જરદોષે પતંગ ચગાવી

ભુપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી અંતર્ગત અમદાવાદના દરિયાપુરની નવા તળીયાની પોળના રહીશો સાથે કરી હતી. મુખ્યમંત્રીએ પતંગ ઉડાવીને અને તલ સાંકળી, સિંગ ચીકી વગેરેનો પણ સ્વાદ માણીને પોળના રહીશોના ઉલ્લાસમાં સહભાગી થયા હતા. આ સાથે ગુજરાતના સૌ નાગરિકોને મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, સમગ્ર દેશમાં આ તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. આ તહેવાર કોઈપણ જીવ માટે ધાતક ન બને તેનું પણ આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. ચાઈનીઝ દોરી પર ગુજરાતમાં પ્રતિબંધ છે, ત્યારે જો કોઈ ચાઈનીઝ દોરી વેચતું જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી એ આપણા સૌની જવાબદારી છે એવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

તલ સાંકળી, સિંગ ચીકી વગેરેનો આસ્વાદ માણીને પોળના રહીશોના ઉલ્લાસમાં સહભાગી થયા
તલ સાંકળી, સિંગ ચીકી વગેરેનો આસ્વાદ માણીને પોળના રહીશોના ઉલ્લાસમાં સહભાગી થયા
કરુણા ફાઉન્ડેશન દ્વારા શહેરમાં 15 અને જિલ્લામાં 11 કંટ્રોલ રૂમ શરૂ કરાયા
કરુણા ફાઉન્ડેશન દ્વારા શહેરમાં 15 અને જિલ્લામાં 11 કંટ્રોલ રૂમ શરૂ કરાયા

રાજકોટમાં ઉત્તરાયણની મજા અબોલ પક્ષીઓ માટે બની સજા
રાજકોટમાં 12 વાગ્યા સુધીમાં 100થી વધુ પક્ષીઓ ઘવાયાનું સામે આવ્યું છે. કરુણા ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ વિસ્તારમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. વિસ્તાર પ્રમાણે શરૂ કરાયેલા કંટ્રોલ રૂમમાં ફોન કરતાં કરુણા ફાઉન્ડેશનની ટીમ આવીને પક્ષીઓને સારવાર માટે લઇ જાય છે. કરુણા ફાઉન્ડેશન દ્વારા શહેરમાં 15 અને જિલ્લામાં 11 કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે.

સીઆર પાટીલે ઉતરાયણ પર્વની લોકોને શુભેચ્છા પાઠવી
સીઆર પાટીલે ઉતરાયણ પર્વની લોકોને શુભેચ્છા પાઠવી

સીઆર પાટીલે ઉતરાયણ પર્વની લોકોને શુભેચ્છા પાઠવી
ઉતરાયણ પર્વને લઈ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આજે લોકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ દરમિયાન તેમણે ગુજરાત વિધાનસભા ઇલેક્શન પર જીત વિશે વાત કરતા કહ્યું હતું કે, જનતાનો પ્રધાનમંત્રી પ્રત્યેનો જે વિશ્વાસ હતો તેના કારણે વિજય પ્રાપ્ત થયો છે. આ જ રીતે 2024 માં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીમાં તમામ સીટો પર વિજય પ્રાપ્ત થશે.

અમિત શાહ મકરસંક્રાંતિની ઉજવણી કરવા અમદાવાદ પહોંચ્યા
અમિત શાહ મકરસંક્રાંતિની ઉજવણી કરવા અમદાવાદ પહોંચ્યા

ઈમરજન્સી કેસોમાં ગતવર્ષ કરતા વધારો
2022માં 698 સામે આવ્યા હતા, જેની સામે આજે સવારે 9 વાગ્યા સુધીમાં 807 ઈમરજન્સી કેસો મળી આવ્યા છે. 2022ની સરખામણીમાં 109 ઈમરજન્સી કેસો મળી આવ્યા.

સુરતમાં ઊંધિયું લેવા લોકોએ લાઈન લગાવી
સુરતમાં વહેલી સવારથી ઉત્તરાયણનો માહોલ જોવા મળી રહ્યો હતો. સુરતમાં ઉતરાયણ ના દિવસે ઊંધિયું ખાવાનો રિવાજ છે. વહેલી સવારે ચાર વાગ્યાથી જ સુરતની અલગ અલગ હોટલોમાં ઊંધિયાનું વેચાણ શરૂ થઈ જાય છે. શહેરમાં લોકો વહેલી સવારે જ ઊંધિયું ખરીદવા માટે પડાપડી કરતા હોય છે. સ્વાદિષ્ટ ઊંધિયું ખાવા માટે લોકો વહેલી સવારથી જ પોતાની મનગમતી હોટલ ઉપર પહોંચી જાય છે. અલગ અલગ વિસ્તારોમાં આવેલી દુકાનો ઉપર સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે કતારમાં ઊભા રહી ગયા હતા.

ઊંધિયું ખરીદવા માટે પડાપડી
ઊંધિયું ખરીદવા માટે પડાપડી

અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ઉત્તરાયણમાં લોકો ધાબે સ્પીકર વગાડે, રસ્તા પર પતંગ ઉડાવે કે પતંગ પકડવા જાય, પ્રતિબંધિત દોરીથી પતંગ ન ઉડાવે, ધાબા પર ઉજવણીમાં ઝગડો ના થાય તે તમામ બાબતને ધ્યાને રાખીને અમદાવાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. અમદાવાદમાં 6 હજાર પોલીસકર્મીઓ, 4000 હોમ ગાર્ડ જવાન, 4 SRP કંપની, 1 RAFની કંપનો સવારે 6 વાગ્યાથી સ્ટેન્ડ ટુ રહેશે. 14 અને 15 જાન્યુઆરી બંને દિવસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા પુરી તકેદારી રાખવામાં આવશે.

અમદાવાદમાં 14 અને 15 જાન્યુઆરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
અમદાવાદમાં 14 અને 15 જાન્યુઆરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

દાણીલીમડામાં પતંગ ચગાવતી વખતે મારામારી
દાણીલીમડામાં પતંગ ચગાવતી વખતે બુગલ વગાડવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ચાર ઈસમોએ લોખંડની પાઇપો વડે વકીલને માર માર્યો હુમલો કર્યો હતો. જેની જાણ દાણીલીમડા પોલીસને થતા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

વડોદરામાં સવારથી ટેરેસો પતંગ રસીયાઓથી હાઉસ ફૂલ
વડોદરામાં સવારથી ટેરેસો પતંગ રસીયાઓથી હાઉસ ફૂલ

વડોદરામાં હિલ સ્ટેશન જેવા માહોલમાં મકરસંક્રાતની ઉત્સાહભેર ઉજવણી
ઉત્સવપ્રિય વડોદરાના નગરીના નગરજનો દ્વારા સુસવાટા મારતા ઠંડા પવન અને એ કાપ્યો છે... લપેટ...લપેટની ચિચિયારીઓ સાથે ઉત્સાહભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉત્તરાયણના દિવસે પવને જરૂરી સાથ આપતા પતંગ રસીયાઓનો ઉત્સાહ બેવડાયો હતો. સવારે મંદિરોમાં દાન કરવા માટે શ્રધ્ધાળુઓનો ભારે ધસારો રહ્યો હતો. દિવસ દરમિયાન વાદળછાયો માહોલ રહેતા શહેરમાં હિલ સ્ટેશન જેવો માહોલ રહ્યો હતો. સવારથી ટેરેસો પતંગ રસીયાઓથી હાઉસ ફૂલ રહ્યા હતા. જ્યારે માર્ગો સુમસામ જોવા મળ્યા હતા.

કાપ્યો છે... લપેટ...લપેટની ચિચિયારીઓ ગુંજી ઉઠી.
કાપ્યો છે... લપેટ...લપેટની ચિચિયારીઓ ગુંજી ઉઠી.
તરુણને ગળાના ભાગે 29 ટાંકા આવ્યા
તરુણને ગળાના ભાગે 29 ટાંકા આવ્યા

રાજકોટમાં 15 વર્ષીય તરુણ ચાઈનીઝ દોરનો ભોગ બન્યો
મકરસંક્રાંતિની ઉજવણી વચ્ચે રાજકોટના બેડી વિસ્તારમાં 15 વર્ષીય તરુણ ચાઈનીઝ દોરનો ભોગ બન્યો છે. જેમાં તરુણ ઘર તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન ગળાના ભાગે દોરો વાગતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં તેને ગળાના ભાગે 29 ટાંકા આવ્યા હતા. સદનસીબે મોટી દુર્ઘટના ટળી જવા પામી છે.

સેવાભાવી લોકો ગાયોની સેવા માટે ઉમટ્યાં
સેવાભાવી લોકો ગાયોની સેવા માટે ઉમટ્યાં
અન્ય સમાચારો પણ છે...