તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:મણિનગર કુમકુમ મંદિર દ્વારા લાભપાચમની ઉજવણી, 6x10 ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર, મણિનગર દ્વારા ગુરુવારે આનંદપ્રિયદાસજી નિશ્રામાં લાભ પાચમની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ નિમિત્તે 6x10 ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી. જેમાં સૌનું નવું વર્ષ શુભદાયી નીકળે અને સૌને આર્થિક લાભ પ્રાપ્ત થાય તે માટેના ચિહ્ન શુભ અને લાભને કંડારવામાં આવ્યા હતા. સાથે શ્રીફળની કૃતિ પણ તૈયાર કરવામાં આવી હતી.

આ દિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે
લાભપંચમી પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ દિવસે એકાંક્ષી શ્રીફળનું ખાસ મહત્વ છે. દિવાળીના દિવસે જે વેપારીઓને ચોપડાપૂજન કરવાનું રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે. આ દિવસે સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાનની પાસે સુવર્ણનો કળશમાં શ્રી ફળ પધરાવવામાં આવે છે અને જનમંગલના પાઠ કરવામાં આવે છે.

પાંચ નિયમો ગ્રહણ કરવા જોઈએ
લાભ પંચમી એટલે આ દિવસે આપણે આપણા જીવનમાં લાભ થાય અને દેશ અને સમાજને પણ કાંઈક લાભ થાય તે માટે પાંચ નિયમો લઈને લાભપંચમી ઉજવવી જોઈએ. જે મનુષ્યો આધ્યત્મિક માર્ગે આગળ વઘવું છે તેમણે આ વર્ષમાં મારે ધર્મ,જ્ઞાન,વૈરાગય, ભકિત અને સેવા કરવી છે એવા મુખ્યત્વે પાંચ નિયમો ગ્રહણ કરવા જોઈએ.

નૂતન સંકલ્પ કરીને પ્રારંભ કરવો જોઈએ
આ પ્રસંગે કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે લાભપંચમીના દિવસથી સૌ ઘંધા - વેપારનો પ્રારંભ કરે છે. તેની સાથે - સાથે આજથી આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વઘવા માટે પણ જીવનમાં કાંઈક નૂતન સંકલ્પ કરીને પ્રારંભ કરવો જોઈએ.વેપારી ધંધામાં નફો થાય તેવો જ વેપાર કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો