તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી પહેલ:વદ્ધ દંપતીએ સોલા સિવિલમાં કોરોના દર્દીઓ તથા નર્સિંગ સ્ટાફને ભોજન પીરસી 45મી મેરેજ એનિવર્સરી ઉજવી

અમદાવાદ2 મહિનો પહેલા
સોલા સિવિલમાં કોરોના દર્દીના �
  • મણિનગરના વૃદ્ધ દંપતીએ સોલા સિવિલમાં કોરોના દર્દીઓ તથા તેમના સંબંધીઓને ફૂડ પેકેટ્સ વહેંચ્યા.

હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિમાં અનેક સંસ્થાઓ તથા લોકો સેવા માટે આગળ આવી રહ્યા છે. પોતાની શક્તિ મુજબ, લોકો રાશનની કીટ, ભોજન, PPE કીટ તથા અન્ય વસ્તુઓ જરૂરિયાતમંદ લોકો તથા મેડિકલ સ્ટાફને આપી રહ્યા છે. આ વચ્ચે અમદાવાદના મણિનગરના વૃદ્ધ દંપતીએ પોતાની 45મી મેરેજ એનિવર્સરી સાર્થક રીતે ઉજવી. હાલની કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વૃદ્ધ દંપતી કોરોનાના દર્દીને ભોજન પીરસ્યું હતું.

દંપતીએ કોવિડ હોસ્પિટલમાં મેરેજ એનિવર્સરી ઉજવી
શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા બુધ્ધિસાગર શુકલના લગ્નની હાલમાં જ 45ની મેરેજ એનિવર્સરી ગઈ. સાંપ્રત સમયને ધ્યાનમાં રાખીને આ વૃદ્ધ દંપતી કોવિડના દર્દીઓનું સહભાગી બન્યું હતું. તેમણે પોતાની 45મી લગ્નતિથી સોલા સિવિલમા કોરોનાના દર્દીઓ તથા તેમના સગાંઓની સાથે સાત્વિક ભોજન પીરસીને તેઓને ભાવતા ભોજન જમાડ્યા હતા.

હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડને ભોજન આપતા દંપતી
હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડને ભોજન આપતા દંપતી

દર્દીઓ તથા તેમના સગાઓને ફૂડ પેકેટ્સ આપ્યા
દંપતીએ પરિવાર તેમજ સગાંઓને દૂર રાખી કોવિડની ગાઈડલાઈનનું પાલન કરીને કોરોનાના દર્દીઓ ભોજન કરાવ્યું હતું. સોલા સિવિલના સ્ટાફ તેમજ તબીબોના માર્ગદર્શન મુજબ કોવિડના દર્દીઓને તેમની જરુરિયાત મુજબનું ભોજન પીરસીને આ દંપતી અન્ય લોકો માટે બન્યા પ્રેરક બન્યા હતા. દિવસ દરમિયાન નર્સિંગ સ્ટાફને તેમજ તબીબો, મેડિકલ સાથે સંકડાયેલા કર્મચારીઓને નાસ્તા પીરસીને લગ્નતિથી ને યાદગાર બનાવી હતી.