તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસનું જાહેરનામું:ઘરમાં પરિવાર સાથે જ ઈદ ઊજવો; જાહેરમાં ટોળાં ભેગાં કરશો તો ગુનો નોંધાશે, મહોલ્લા-બજારોમાં ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રમઝાન ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને બુધવારે સેક્ટર-1ના અધિક પોલીસ કમિશનર, ઝોન-2 ડીસીપી વિજય પટેલે પોલીસ અધિકારીઓ સાથે શાહપુર-કારંજ સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યંુ હતું. આ સાથે પોલીસે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી લોકોને મસ્જિદ, મહોલ્લા, બજારોમાં ભીડ ભેગી નહીં કરી પરિવાર સાથે ઘરમાં જ ઈદની ઉજવણી કરવા અપીલ કરી હતી. જો તહેવારમાં ભીડ ભેગી થશે તો પોલીસ કાર્યવાહી કરાશે. આ સાથે પોલીસે માસ્ક ફરજિયાત પહેરવા પણ લોકોને સમજાવ્યા હતા.

લોકોને સમજાવવા મહોલ્લા કમિટીને સૂચના
શહેરમાં જે પણ ડીસીપીના તાબા હેઠળ લઘુમતી વિસ્તારો આવે છે તે તમામ ડીસીપીએ તેમના વિસ્તારોના શાંતિ સમિતિના સભ્યો અને મહોલ્લા કમિટીના સભ્યો સાથે બુધવારે સાંજે મીટિંગ યોજી હાલની કોરોનાની પરિસ્થિતિ, સરકારી ગાઇડલાઇન, પોલીસ કમિશનરના જાહેરનામા અંગે માહિતગાર કર્યા હતા તેમ જ તેમના વિસ્તારના લોકોને પણ જાહેરનામા અંગે માહિતગાર કરવા શાંતિ સમિતિ અને મહોલ્લા કમિટીના સભ્યોને સૂચના આપવામાં આવી હતી.

પરિવારના સભ્યોના ઘરે જવા પર રોક નથી
ઈદના તહેવારમાં મસ્જિદ, મહોલ્લા કે બજારોમાં ભીડ ભેગી કરવાની નથી, પરંતુ લોકો પરિવારના સભ્યો સાથે ઈદની ઉજવણી કરી શકે છે. પરિવારના સભ્યોના ઘરે આવવા જવા પર પણ કોઈ રોકટોક નથી. માત્ર ભીડ અને ટોળાં ભેગા કરવા પર જ પ્રતિબંધ છે. - વિજય પટેલ, ડીસીપી, ઝોન-2

અન્ય સમાચારો પણ છે...