તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ફૂટ મસાજ, મ્યુઝિક અને બ્રંચ સાથે દિવાળીની ઉજવણી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ‘નો એર પોલ્યુશન’ કોન્સેપ્ટ હેઠળ ફિક્કી ફ્લો લેડિઝ ઓર્ગેનાઇઝેશનની મેમ્બર્સે કર્યું પ્રિ-દિવાળી સેલિબ્રેશનનું આયોજન

ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન (એફએલઓ) અમદાવાદ ચેપ્ટરનાં અધ્યક્ષ તરુણા પટેલે તેમની ગતિશીલ ટીમ સાથે મધુબન રિસોર્ટ એન્ડ સ્પા ખાતે દિવાળી ધમાકા ઇવેન્ટનું આયોજન કર્યું હતું. ‘નો એર પોલ્યુશન’ કોન્સેપ્ટ હેઠળ આ કાર્યક્રમમાં મેમ્બર્સે ફટાકડા ફોડ્યા વિના ખૂબ જ અનોખા અંદાજમાં દિવાળીની ઉજવણી કરી હતી.

તરુણા પટેલે જણાવ્યું હતું કે અમે આ સેલિબ્રેશનમાં ભાગ લેનાર દરેક મેમ્બરનું ઇન્સ્ટન્ટ કોવિડ ટેસ્ટ કરાવ્યું હતું જેથી કોવિડ-19 અને તહેવારોની સિઝનમાં કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો પડે. પાર્ટીની શરૂઆતમાં ફૂટ મસાજ દ્વારા દરેક મેમ્બરને રિલેક્સ ફીલ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ લાઈવ મ્યુઝિક અને બ્રંચની વ્યવસ્થા કરવામાં આવી હતી. દિવાળી ધમાકા કાર્યક્રમ માટે ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. દિવાળી એ રંગો અને ખુશીઓનો તહેવાર છે અને ફિક્કી ફ્લોની મહિલાઓએ એક પરિવારની જેમ દિવાળીનું પ્રિ-સેલિબ્રેશન કર્યું હતું.

તહેવારને ધ્યાનમાં રાખીને જગ્યાનું ડેકોરેશન પેસ્ટલ ફ્લોરલ થીમ પર કરવામાં આવ્યું હતું. વિવિધ ફોટો બુથ પણ તૈયાર કરવામાં આવ્યા હતાં જેથી મેમ્બર્સ ફોટોશૂટની મજા માણી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો