તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલીઓનો અભિપ્રાય જાણ્યા પછી નિર્ણય:CBSEની સ્કૂલો ધો.9-11ની પરીક્ષા ઓનલાઈન જ લેશે

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

શહેરની મોટાભાગની સીબીએસઇ સ્કૂલોએ ધો.9 અને 11ની પરીક્ષા ઓનલાઇન લેવાનું પ્લાનિંગ કર્યું છે, પરંતુ તેની સામે ઘણા સંચાલકોએ ઓફલાઇન પરીક્ષા પણ લેવાની પૂરી તૈયારી કરી છે. પરીક્ષાનો નિર્ણય લેતા પહેલા સ્કૂલોએ વાલીઓને પૂછ્યું હતું. તેથી સંચાલકોએ વાલીઓના મતને ધ્યાને લઇને ઓનલાઇન કે ઓનલાઇન પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું.

હાલમાં ધો.9થી 12 ઓનલાઇનની સાથે ઓફલાઇન ચાલી રહ્યાં છે. વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ ઓફલાઇન શીખી રહ્યાં છે. હવે જ્યારે ધો.9 અને 11માં વાર્ષિક પરીક્ષા લેવાશે ત્યારે પરીક્ષા કેવી રીતે લેવી તેનો અંતિમ નિર્ણય સ્કૂલો પર છોડવામાં આવ્યો છે. આનંદ નિકેતન સ્કૂલ મણિનગરના સંચાલક અમિત શાહે જણાવ્યું કે, ધો.9થી 12 હવે ઓફલાઇન ચાલી રહ્યાં છે છતાં ઘણા વાલીઓએ માગ કરી કે ધો.9 અને 11ની પરીક્ષા ઓનલાઇન જ લેવાય.

ગુજરાત બોર્ડની પરીક્ષા ઓફલાઇન
ગુજરાત બોર્ડના જણાવ્યા પ્રમાણે, શિક્ષણ વિભાગ તરફથી ધો.9 અને 11ની પરીક્ષા અંગે કોઇ ગાઇડલાઇન આવી નથી. હવે જ્યારે ધો.9 અને 11 ધોરણો ઓફલાઇન ચાલી રહ્યાં છે ત્યારે પરીક્ષા પણ ઓફલાઇન જ લેવાનો મત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો