તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભલામણ:ધોરણ 10 માટે CBSEની ગાઈડલાઈન રાજ્યમાં લાગુ પડી શકે, માર્કશીટ-પરિણામની માર્ગદર્શિકા માટે બોર્ડે કમિટી બનાવી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઘણા સભ્યોએ CBSEની ગાઇડલાઇન સુધારા સાથે લાગુ કરવા કહ્યું

ધો.10નું પરિણામ તૈયાર કરવા અંગે સીબીએસઇની ગાઇડલાઇનનું અનુકરણ ગુજરાત બોર્ડમાં થઇ શકે છે. શનિવારે મળેલી 11 સભ્યોની કમિટીની પહેલી મીટિંગમાં સીબીએસઇની ધો.10ની ગાઇડલાઇનના અમલીકરણની ચર્ચા દરમિયાન ઘણાં સભ્યોએ ગુજરાત બોર્ડને અનુરૂપ સુધારા વધારા સાથે લાગુ કરવાની ભલામણ કરી હતી. ધો.10નું પરિણામ કઇ રીતે તૈયાર કરવું તેની ચર્ચા કરાઇ હતી. ધો.10માં માસ પ્રમોશન જાહેર કર્યા બાદ વિદ્યાર્થીઓની માર્કશીટ કયા આધારે તૈયાર કરવી તે અંગે કમિટીના નિર્ણયને આધારે માર્કશીટ તૈયાર કરવાની જાહેરાત કરાઇ હતી. 11 વ્યક્તિની આ કમિટીમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, સંચાલકો અને શિક્ષણ તજજ્ઞોનો સમાવેશ કરાયો છે.

આગામી સપ્તાહે ગાઇડલાઇન ફાઇનલ થશે
શિક્ષણ તજજ્ઞો અને સંચાલક મંડળના 11 સભ્યોની કમિટી આવતા અઠવાડિયે મળશે, પરિણામ અંગેની ચર્ચા કરી પોતાનો અંતિમ નિર્ણય સરકારને સોંપશે.

દરેક વિદ્યાર્થીને સમાન ન્યાય મળશે
ધો.10ના દરેક વિદ્યાર્થીને સમાન ન્યાય મળે તે કમિટીના સભ્યો ધ્યાને રાખશે. કારણ કે માસ પ્રમોશન જાહેર થતાં ઘણાં હોશિયાર વિદ્યાર્થીને અન્યાય થયાની લાગણી જોવા મળી હતી. તેથી તેવા વિદ્યાર્થીઓને પરિણામમાં અન્યાય ન થાય તેની પૂરતી તકેદારી રખાશે.

અન્ય સમાચારો પણ છે...