સીબીએસઇએ ધો.10નું 91.46% પરિણામ જાહેર થયું હતું. ગુજરાતનો જેમાં સમાવેશ થાય છે તે અજમેર રિજનનું પરિણામ 96.93% રહ્યું છે. જ્યારે કે ગુજરાતનું પરિણામ 97.61% રહ્યું હતું. દિલ્હી સહિત અન્ય 23 રાજ્ય કરતા ગુજરાતનું પરિણામ ઊંચુ રહ્યું હતું. ગુજરાતમાંથી 28,699 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, 28,012 પાસ થયા હતા. ગુજરાતમાંથી 96.89% વિદ્યાર્થીઓ, 98.70% વિદ્યાર્થિનીઓ પાસ થઇ હતી. અમદાવાદની જાણીતી સ્કૂલોનું પરિણામ એકંદરે 100% રહ્યું હતું.
ડીજી લોકરથી મળશે માર્કશીટ
આ વર્ષે વિદ્યાર્થીઓને ડીજિલોકર દ્વારા ડિજિટલ માર્કશીટ અપાશે. માર્કશીટ digilocker.gov.inથી ડાઉનલોડ કરવાની રહેશે. બોર્ડ તરફથી વિદ્યાર્થીઓને SMS દ્વારા અપાયા છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.