CBIની રેડમાં દારૂ મળ્યો:અમદાવાદમાં ઈલેક્ટ્રોથર્મના શૈલેષ ભંડારીના ઘરે CBIની રેડ, વિદેશી દારૂની બોટલો તેમજ 500-1000ની જૂની ચલણી નોટો મળી આવી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • CBIના અધિકારીઓએ સ્થાનિક પોલીસને જાણ કરીને દારૂનો જથ્થો પકડાવ્યો
  • શૈલેષ ભંડારીના ઘરમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની 46 બોટલ મળી

કરોડો રૂપિયાના બેંક કૌભાંડ કરનાર ઈલેક્ટ્રોથર્મના ડાયરેક્ટર શૈલેષ ભંડારીના ઘરે તથા ઓફિસ પર લાંબા સમયથી CBIના અધિકારીઓ દ્વારા રેડ પાડીને સર્ચ કરવામાં આવી રહ્યું છે. આંબલી-બોપલ રોડ પરના જયંતીલાલ પાર્ક નજીકના શૈલેષ ભંડારીના બંગલામાંથી CBIના અધિકારીઓને રેડ દરમિયાન વિદેશી દારૂની બોટલ તેમજ રદ કરાયેલી ચલણી નોટો મળી આવી હતી. સીબીઆઇના અધિકારીઓએ આ બાબતે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરીને સ્થાનિક પોલીસને બોલાવી હતી. સ્થાનિક પોલીસે ભંડારીના બંગલામાંથી મોંઘીદાટ વિલાયતી દારૂની 46 બોટલ તેમજ રદ થયેલી ચલણી નોટોના જથ્થો કબજે કર્યો હતો.

ઈલેક્ટ્રોથર્મના ડાયરેક્ટરે બંગલામાં દારૂ બાર બનાવ્યો
ઈલેક્ટ્રોથર્મના ડાયરેક્ટર પોતાના બંગલામાં જ વિલાયતી દારૂનો બાર બનાવ્યું હતું અને તે દારૂની મિજબાની કરતો હોવાથી સાત બોટલ ખુલેલી મળી આવી હતી. વસ્ત્રાપુર પોલીસે શૈલેષ ભંડારી અને તેના પુત્ર ભંડારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. વર્ષોથી અમદાવાદ પોલીસ ઈલેક્ટ્રોથર્મના માલેતુજાર ડિરેક્ટરો શૈલેષ ભંડારી અને તેના પુત્ર સુજલ ભંડારીને ખૂબ જ સાચવતી હતી. જોકે તેમણે કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા હોવાને કારણે તેમની સામે સીબીઆઇ અધિકારીઓએ ફરિયાદ દાખલ કરીને તેમના ઘરે રેડ પાડી છે.​​​​​​​

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ઘરમાંથી 1000-500ના દરની જૂની ચલણી નોટો મળી
સીબીઆઈના અધિકારીઓ શૈલેષ ભંડારીના બંગલામાં સર્ચ કરતા હતા. ત્યારે ફરજ પરના અધિકારી એન.કે વર્માના હાથમાં વિલાયતી દારૂની બોટલો તેમજ રદ કરાયેલી 1000ના દરની 31 નોટ તેમજ 500ના દરની 85 નોટો મળી આવી હતી. સીબીઆઇના અધિકારી વર્માએ તરત જ આ બાબતે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. કંટ્રોલ મેસેજને વસ્ત્રાપુર પોલીસની ટીમ શૈલેષ ભંડારી અને સુજલ ભંડારીના બંગલા પર પહોંચી ગઈ હતી.

ઘરમાંથી 46 દારૂની બોટલ મળી
પોલીસે સર્ચ કરતા ભંડારીના બંગલામાં અત્યાધુનિક અને એકદમ ફાઈવ સ્ટાર હોટલમાં હોય તેઓ બીયર બાર તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં મોંઘીદાટ વિલાયતી દારૂની બોટલો ગોઠવવામાં આવેલી હતી. પોલીસે તરત જ 46 દારૂની બોટલો અને રદ કરેલી ચલણી નોટોનો જથ્થો કબજે લીધો હતો તથા ઈલેક્ટ્રોથર્મના શૈલેષ ભંડારી તથા તેમના પુત્ર સુજલ ભંડારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

વસ્ત્રાપુર પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે સીબીઆઇના અધિકારીએ ચાલુ રેડ દરમિયાન દારૂ મળતા પોતાની ફરજ સમજીને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. પરંતુ સરહદના મુદ્દે ઝઘડવા માટે પંકાયેલા અમદાવાદ પોલીસ રેડ કરવા કોણ જાય તેના મુદ્દે તકરારમાં વ્યસ્ત રહી હતી. આખરે વસ્ત્રાપુર પોલીસે ફરજ સમજીને દારૂની બોટલો કબ્જે કરી માલેતુજાર ભંડારી પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...