તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:678 કરોડના લોન કૌભાંડમાં મહેસાણાની વિમલ ઓઈલ પર CBIના દરોડા

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વિમલ ઓઈલના 4 ડાયરેક્ટર સામે સીબીઆઈએ ફરિયાદ દાખલ કરી
  • અમદાવાદ, મહેસાણા સ્થિત ફેક્ટરી અને નિવાસસ્થાન સહિત 6 જગ્યાએ દરોડા

સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોની ટીમે ગુજરાતના અગ્રણી તેલ વિક્રેતા વિમલ ઓઈલના ચાર ડાયરેક્ટરો તથા અન્ય સરકારી કર્મચારીઓ સામે બેંકની સાથે રૂ.678.93 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કરી સીબીઆઈની ટીમોએ કંપનીની અમદાવાદ-મહેસાણા સ્થિત ફેક્ટરી અને ઓફિસ સહિત 6 સ્થળે મંગળવારે દરોડા પાડ્યા હતા.

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન અનુસાર, વિમલ ઓઈલના ડાયરેક્ટરો મારફતે અગ્રણી બેંક પૈકીની બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય આઠ બેંકો પાસેથી લગભગ 810 કરોડની ક્રેડિટ લીધી હતી. વર્ષ 2014થી લઈને 2017 સુધીના સમયગાળામાં જે હેતુ માટે લોન લીધી હતી તેને બદલે અન્ય જગ્યાએ વાપરી નાખી હતી. જેમાં જે લોકો એડિબલ ઓઈલના વ્યવસાય સાથે સંકળાયેલા નહોતા તેમની સાથે ગેરરીતિયુક્ત વ્યવહાર કરાયો હતો. બેંક પાસેથી મેળવેલી રકમનો ખોટા ઈરાદાથી ઉપયોગ કરીને ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા અને એ પણ એવી કંપનીઓ સાથે જેમને ઓઈલના વ્યવસાય, મેન્યુફેકચરિંગ, વેચાણ કે અન્ય મટિરિયલ સાથે કોઈ પ્રકારનો લેવાદેવા નહોતો. આ તમામ પ્રવૃત્તિઓ કરીને બેંકની સાથે રૂા.678.93 કરોડની છેતરપિંડી કરી હતી.

આ દિશામાં સીબીઆઈની ટીમો છેલ્લાં કેટલાય દિવસોથી કામગીરી કરી રહી હતી. જેના અનુસંધાને દસ્તાવેજી પુરાવા અને કેટલાકની પૂછપરછ બાદ સમગ્ર આર્થિક ગેરરીતિની બાબતો સામે આવતા સીબીઆઈની ટીમ સક્રિય થઈ હતી.

આ મામલે સીબીઆઈએ મેસર્સ વિમલ ઓઈલ એન્ડ ફૂડ લિ.(મહેસાણા) કંપનીના ડાયરેક્ટરો જયેશ ચંદુભાઈ પટેલ, મુકેશ નારણભાઈ પટેલ, દિતીન નારણભાઈ પટેલ અને મોના જીગ્નેશ આચાર્ય અને અજાણ્યા સરકારી કર્મચારી અધિકારીઓ સહિતના લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કુલ નવ બેંકો પાસેથી ધિરાણ મેળવ્યું હતું
વિમલ ઓઈલ એન્ડ ફૂડ લિ.ના ડાયરેક્ટરોએ બેંક ઓફ ઈન્ડિયા ઉપરાંત અન્ય આઠ મળી કુલ નવ બેંકો પાસેથી કુલ રૂ. 810 કરોડની ક્રેડિટ લોન લીધી હતી. જેનો દુરૂપયોગ કરીને ખોટા દસ્તાવેજો બનાવીને બેંકોને કુલ રૂ. 67893 કરોડનું નુકસાન કર્યું હતું. જે અનુસંધાને સીબીઆઈની ટીમે તપાસ કર્યા બાદ તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...