તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની પોલ ખુલી:અમદાવાદના હાટકેશ્વરમાં 15 દિવસ પહેલા પડેલા ભુવાનું પુરણ કરાયું, હવે છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પાસે ભુવો પડ્યો

અમદાવાદ9 દિવસ પહેલા
શહેરના ખોખરા- હાટકેશ્વર વિસ્તારમાં એક ભૂવો પડ્યો
  • તાજેતરમાં જ CTM ઓવરબિજ ની પાસે નેશનલ હાઈવે નંબર 8 પરના સર્વિસ રોડ પર ભૂવો પડ્યો હતો

અમદાવાદમાં રોડ પર ભુવા પડવાની સમસ્યા યથાવત રહી છે. શહેરના ખોખરા- હાટકેશ્વર વિસ્તારમાં એક ભૂવો પડ્યો છે. એક પખવાડિયા પહેલા જ રોડ પર પડેલા ભૂવાને હજુ માત્ર પુરણ કરીને પતરાની આડશો મુકીને AMCએ સંતોષ માન્યો હતો. આજે ફરીવાર તેની પાસે નવો ભૂવો પડતા તંત્રના વિકાસની પોલ ખુલી છે. સતત ટ્રાફિકથી વ્યસ્ત રહેતા ખોખરા અને હાટકેશ્વર વિસ્તારને CTM વિસ્તાર સાથે જોડતા છત્રપતિ શિવાજી ઓવરબિજ પાસે જ ફરી એકવાર ભુવો પડતા પહેલા પડેલા ભુવાનું કેવી રીતે સમારકામ કરીને પુરાણ કરાયુ તેની નબળી કામગીરીની ચાડી ખાતો હોય તેમ આજે ફરી એક ભુવો પડતા અનેક સવાલો ઉભા થયા છે.

ભર શિયાળે CTM વિસ્તારમાં ભૂવો પડ્યો હતો
તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં CTM ઓવરબિજ ની પાસે દયાપાર્ક સોસાયટી જવાના નેશનલ હાઈવે નંબર 8 પરના સર્વિસ રોડ પર ભૂવો પડ્યો હતો. જેની જાણ તંત્રને થતાં જ ભૂવાની આસપાસ બેરીકેડ મુકીને ભૂવાને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. હવે આ ભૂવાની જગ્યાને રીપેર ક્યારે કરાશે તેના પર અનેક સવાલો ખડા થયાં હતાં. પરંતુ તંત્રએ તેનું સમારકામ કરીને રીપેર કર્યો હતો.

નેશનલ હાઈવે નંબર 8 પરના સર્વિસ રોડ પર ભૂવો પડ્યો હતો
નેશનલ હાઈવે નંબર 8 પરના સર્વિસ રોડ પર ભૂવો પડ્યો હતો

ગત સપ્ટેમ્બરમાં અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે ભૂવો પડ્યો હતો
ગત 25 સપ્ટેમ્બરે અમરાઇવાડીના મેટ્રો રેલવે સ્ટેશન નજીક, વગર વરસાદે ભૂવો પડવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. ત્યારે પણ તંત્રએ માત્ર બેરિકેટ મુકીને માત્ર સંતોષ માન્યો હતો. અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની સમસ્યાનો કયારે અંત આવશે તે તો હવે ભગવાન જ જાણે.

શહેરમાં છેલ્લા સાત વર્ષમાં 485થી વધુ ભૂવા પડ્યા
અમદાવાદ શહેરમાં 2013થી 2020 સુધીના સાત વર્ષમાં કુલ 485થી વધુ ભૂવા પડ્યા છે. સૌથી વધુ 2017ના વર્ષમાં 111 ભૂવા પડ્યા હતા. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં છેલ્લા સાત વર્ષમાં 152 ભૂવા પડ્યા છે. ઉતર, દક્ષિણ ઝોનમાં 149 ભૂવા પડ્યા છે. દર વર્ષે પડતા ભૂવા પૂરવા માટે મહાનગરપાલિકા લાખ્ખોનો ખર્ચ કરે છે. 2013માં 92, 2014માં 49 ભૂવા પડ્યા હતા. 2015માં 58 તો 2016માં 57 ભૂવા પડ્યા હતા. 2017માં 111 અને 2018માં 26 ભૂવા પડ્યા હતા. 2019માં 66 અને 2020માં અત્યાર સુધીમાં 26 ભૂવા પડ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો