અમદાવાદ:શહેરમાંથી 100 બાઈકની ચોરી કરનાર 9 બાઈક સાથે પકડાયો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચોરી કરી બાઈક ગામડાંઓમાં 5થી 10 હજારમાં વેચતા

શહેરમાંથી 100 જેટલા વાહનોની ચોરી કરનાર ચોર રાજુ મિસ્ત્રીની વાસણા પોલીસે ધરપકડ કરી છે. રાજુ પાસેથી પોલીસે ચોરી કરેલા 9 બાઈક કબજે કર્યા હતા. ચોરી કરેલા બાઈક રાજુ તેના સાગરિત અશોક પનારા મારફતે 5થી 10 હજારમાં આસપાસના ગામડાંઓમાં વેચી દેતો હતો. જે માહિતીના આધારે પોલીસે અશોકની પણ ધરપકડ કરી હતી.

વાસણામાંથી બાઈક ચોરીને ભાગેલા આરોપીની પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. વાસણા પીઆઈ એમ.એમ.સોલંકીને મળેલી બાતમીના આધારે તેમણે રાજુ મિસ્ત્રીને ઝડપી લીધો હતો. તેની પાસેથી મળેલું બાઈક રાણીપમાંથી ચોરી કર્યું હોવાનું કબૂલ્યું હતું. આટલું જ નહીં પોલીસે રાજુનો સીડીઆર ચેક કરતા તેણે અમદાવાદમાંથી 100 બાઈકની ચોરી કરી હતી અને 5 વખત પાસા હેઠળ જેલમાં જઈ આવ્યાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...