તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:મુંબઈથી ટ્રાવેલ બેગમાં દારૂ લઈને અમદાવાદ વેચવા આવેલી 2 મહિલા રેલવે સ્ટેશન બહારથી ઝડપાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રેનમાં દારૂ લઈને અમદાવાદ આવ� - Divya Bhaskar
ટ્રેનમાં દારૂ લઈને અમદાવાદ આવ�
  • ટ્રાવેલ બેગમાં બે મહિલા વિદેશી દારૂની 48 બોટલ અને 84 નંગ બીયર લઈને અમદાવાદ આવી.
  • ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રેલવે સ્ટેશન બહારથી દારૂ સાથે બંને મહિલાઓની પકડી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાલુપુર રેલવે સ્ટેશન બહારથી વિદેશી દારૂ સાથે 2 મહિલાઓને ઝડપી પાડી છે. બંને મહિલાઓ મુંબઈથી ટ્રાવેલ બેગમાં દારૂ અને બિયરની બોટલો લઈને આવી હતી. મુંબઈની વાઈન શોપથી દારૂ ખરીદીને મહિલાઓ બેંગ્લોર, જોધપુર થઈને અમદાવાદ લાવી હતી. હાલ બંને મહિલાઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ દારૂ વેચવા આવેલી બે મહિલા ઝડપાઈ
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી જેના આધારે કાલુપુર રેલવે સ્ટેશન બહાર આવેલ BSNL ઓફીસ પાસે 4 ટ્રાવેલ બેગ સાથે મહિલાઓને તપાસી હતી ત્યારે તે ટ્રાવેલ બેગમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. મહિલાઓ પાસેથી 48 બોટલ ઈંગ્લીશ દારૂ અને 84 નંગ બીયર મળી આવ્યા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે હર્ષદા ઇન્દ્રેકર અને નેહા તમૈચે નામની મહિલાઓની ધરપકડ કરી છે.

દારૂ લઈને અમદાવાદ આવતી મહિલાઓની તસવીર
દારૂ લઈને અમદાવાદ આવતી મહિલાઓની તસવીર

મુંબઈની શોપમાંથી વિદેશી દારૂ ખરીદ્યો હતો
મહિલાઓની ધરપકડ બાદ વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બંને મહિલાઓ મૂળ મુંબઈની રહેવાસી છે અને મુંબઈની જ વાઈન શોપમાંથી ઈંગ્લીશ દારૂ ખરીદ્યો હતો અને બાદમાં બેંગ્લોર અને જોધપુર થઈને અમદાવાદ આવી હતી.