હંગામા રેસ્ટોરન્ટમાં હંગામો:અમદાવાદની એક રેસ્ટોરન્ટમાં જમવામાં ઈયળ નીકળતા જ ગુસ્સે ભરાયેલા ગ્રાહકે ગાળાગાળી કરી, કહ્યું, 'જો મારા બાળકે આ ખાય લીધું હોત તો'

અમદાવાદ6 મહિનો પહેલા
  • વાઇરલ વીડિયોમાં ગ્રાહકે હોટલ માલિકને ગુસ્સામાં આવીને અપશબ્દો પણ કહ્યા હતા

અમદાવાદ શહેરમાં આવેલી અનેક રેસ્ટોરન્ટમાં સફાઈ અને ગંદકીના અભાવે અમદાવાદીઓને બિન આરોગ્યપ્રદ ખાવાનું મળે છે. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી હંગામા દાલબાટી નામની રેસ્ટોરન્ટમાં જમવામાં ઈયળ નીકળી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં જમવાની થાળીમાં ઈયળ નીકળતા ગ્રાહક ખૂબ જ ગુસ્સે થઇ ગયેલા જોવા મળે છે. બાળકને તેઓ આ જમવાનું ખવડાવતા હતા. ગુસ્સે થયેલા ગ્રાહક હોટલ માલિક સાથે અપશબ્દો બોલ્યા હતા.

રેસ્ટોરન્ટના માલિકે ફોન ન ઉપાડ્યો
હોટલ માલિકે માફી માગી છતાં ગ્રાહક માનવા તૈયાર થયા ન હતા. આ સમગ્ર વાઇરલ વીડિયો મામલે દિવ્યભાસ્કરએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો.ભાવિન જોશીનો અને હાથીજણની હંગામા દાલબાટી રેસ્ટોરન્ટના માલિક રમેશ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો.

જો આ જમવાનું અમે ખાઈ ગયા હોત તો શું થાત: ગ્રાહક
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં હાથીજણ વિસ્તારમાં આવેલી હંગામા રેસ્ટોરન્ટનો વીડિયો હતો. વાઇરલ વીડિયોમાં જમવામાં ઈયળ નીકળી હતી અને તેને લઈને ગ્રાહક ખૂબ જ ગુસ્સામાં જોવા મળે છે. ગ્રાહક જ્યારે તેમના બાળકોને આ જમવાનું ખવડાવતા હતા. ત્યારે અચાનક જ થાળીમાં તેઓએ ઈયળ જો અને હોટલના માલિકને જાણ કરી હતી હોટલના માલિક દ્વારા આ મામલે માફી પણ માંગવામાં આવી હતી. પરંતુ ગ્રાહક કેટલા ગુસ્સે થઈ ગયા હતા કે જો આ જમવાનું અમે ખાઈ ગયા હોત તો શું થાત. ઈયળ નીકળી એ તમારા માટે નાનો ઇસ્યુ હશે પણ મારા માટે મોટો ઇસ્યુ છે એમ કહે છે. આ સમગ્ર વીડિયો વાઇરલ થયા બાદ કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી થઈ તે માહિતી આપવામાં જ આવી નથી.​​​​​​​

રેસ્ટોરેન્ટમાં કોઇપણ પ્રકારની સ્વચ્છતા રાખતાં નથી
શહેરમાં આવેલી અનેક રેસ્ટોરેન્ટમાં બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં ખોરાક બનાવવામાં આવે છે સાથે તેઓ કોઇપણ પ્રકારની સ્વચ્છતા રાખતાં નથી. આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સમયાંતરે આવા રેસ્ટોરન્ટમાં કેવું જમવાનું બને છે તેની ચકાસણી કરતા નથી જેના કારણે અનેક હોટલ રેસ્ટોરન્ટમાં બિનઆરોગ્યપ્રદ અને મરેલા જીવજીતું નીકળે છે. હંગામા રેસ્ટોરન્ટ સામે શું આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે.

અન્ય સમાચારો પણ છે...