નિર્ણય:પ્રી-મોન્સૂન એક્ટિવિટી હેઠળ કેચપીટની સફાઈ ફરીથી કરાશે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ મ્યુનિ.એ 55 હજાર કેચપીટ સાફ કરી હતી

શહેરમાં સત્તાવાર રીતે વરસાદ શરૂ થવાને હજુ સમય છે, પરંતુ પ્રી-મોન્સૂન એક્ટિવિટિ તરીકે ગમે ત્યારે વરસાદ આવી શકે છે તે સંજોગોને ધ્યાને લઇ મ્યુનિ. દ્વારા હાલ કેચપીટ સફાઇ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ એક વખત શહેરની 55 હજાર કરતાં વધારે કેચપીટની સફાઇ થઇ ચૂકી છે. ત્યારે ફરી એક વખત કેચપીટ સફાઇ શરૂ કરાઈ છે.

શહેરમાં વરસાદી માહોલને લઇને કયા પ્રકારની તૈયારીઓ છે તે બાબતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા અધિકારીઓને પૃચ્છા કરવામાં આવતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરની 55 હજારથી વધારે કેટપીટોની સફાઇ થઇ ચૂકી છે. હવે બીજી વખત આ કેચપીટોની સફાઇ હાથ ધરાશે, જેથી તેમાંથી કચરો દૂર કરવામાં આવતાં વરસાદી પાણી સરળતાથી વહી જશે. શહેરમાં આ બીજી વખત કેચપીટ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...