દારૂના કેસમાં હાઇકોર્ટનો પ્રશ્ન?:‘નાની માછલી પકડો છો, મોટી પકડવા જગ્યા નથી’, 12 બોટલ સાથે પકડાયેલા સામેથી પાસા રદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટ - ફાઇલ તસવીર

12 દારૂની બોટલ સાથે ઝડપાયેલા આરોપી સામે લગાવેલા પાસા હટાવવા હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી, તેની અરજીમાં હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, તમે 10 બોટલ સાથે પકડાયેલાને પાસા કરો છો. નાની માછલીઓને પકડો છો કેમ કે મોટી માછલી પકડવાની તમારી પાસે જગ્યા નથી. દારૂ પકડો છો એ સારૂ છે પણ બધા માટે સરખો કાયદો રાખો ને. વાહન ચોરી,પાણીની મોટર ચોરીના ગુનામાં પહેલી વખત પકડાયેલા આરોપીને પાસા લગાવી દો છો. નિયમિત ફાર્મ હાઉસ પર પાર્ટી કરતા લોકોને ત્યાં કેમ પાસા નથી લાગુ પડાતો?

સુરતમાંથી 12 દારૂની બોટલ સાથે પકડાયેલા આરોપીઓ સામે પાસા લગાવાયો હતો. આરોપીઓએ પાસા હટાવવા અરજી કરી હતી. હાઇકોર્ટે સરકારને એવો સવાલ કર્યો હતો કે, તમે 12 બાટલીમાં બે ફરિયાદ હોય તો પાસા કરો છો. કાયદા બધા માટે સરખા રાખોને, પાસા બોર્ડમાં પણ રજૂઆત કરે અને પછી હાઇકોર્ટમાં આવે તેવો નિયમ બધા માટે રાખો. દારૂ પકડાય ત્યારે તમામ સામે પાસા જ લગાવો છો? કે નિયમો બદલાય છે? હાઇકોર્ટે આરોપીની પાસા હટાવવાની અરજી ગ્રાહ્ય રાખી છે.

અન્ય સમાચારો પણ છે...