આહનાનો નિર્ણય:અમદાવાદની ખાનગી હોસ્પિટલ્સ-નર્સિંગ હોમ્સમાં 4 સરકારી વીમા કંપનીની કેશલેસ સારવાર સોમવારથી 8 દિવસ બંધ કરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં આવેલી 130થી વધુ ખાનગી હોસ્પિટલો દ્વારા આવતીકાલે સોમવારે 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2022 સુધી ધી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, ધી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ, નૅશનલ ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયા કંપનીના ઇન્સ્યોરન્સ ધારક દર્દીઓને મળતી કેશલેસ સુવિધાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અસંખ્ય રજૂઆત છતાં નિવારણ નહીં
અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોશિએશને (AHNA)એ જણાવ્યું છે કે. આ ચાર સરકારી વિમા કંપનીઓએ હોસ્પિટલોનું છેલ્લા પાંચ વર્ષથી ચાર્જનું કોઈ રીવિઝન કર્યું નથી. જે સર્જરીઓના ચાર્જ નક્કી કરવામાં ડાયાબીટીસ, હૃદયરોગ જેવી કો-મોર્નિડીટીને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. નિયમિતપણે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ ન લાવતા તેઓએ આ નિર્ણય લેવાની ફરજ પડી છે. સરકારી વીમા કંપનીઓના ધાંધીયાની અસંખ્ય રજૂઆતો બાદ પણ કોઈ નિવારણ ન આવતા અમદાવાદની હોસ્પિટલો તેમજ નર્સિગ હોમ્સ કેશલેસ સુવિધા બંધ કરશે.

ક્યાં ક્યાં પ્રશ્નો છે
(1) કેટલાંક સર્જરી તેમજ પ્રોસિજર માટે ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ફીક્સ ચાર્જીસ (PPN) નક્કી કરવામાં આવેલ છે, આમાં ડાયાબીટીસ, હૃદયરોગ જેવી કો-મોર્નિડીટીને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. આ ઉપરાંત ચાર્જીસ ખૂબ ઓછા લેવાથી ક્વોલિટી સારવાર આપી શકાય તેમ નથી.
(2) જે હોસ્પિટલોના ચાર્જ છેલ્લા કેટલાક વર્ષોથી રિવાઈઝ કરવામાં આવ્યા નથી, તે ચાર્જીસ હેલ્થ ઈન્ફેક્શન ઈન્ડેક્ષ પ્રમાણે 6 ટકા દર વર્ષે પ્રમાણે વધારી આપવામાં આવે.
(3) દર્દીઓને રીઈમ્બર્સમેન્ટમાં પડતી તકલીફોનું નિવારણ કરવામાં આવે
- કોમ્પલેક્ષ સર્જરીમાં ઈક્વિપમેન્ટના ચાર્જીસ કાપી લેવા.
- એડવાન્સ નિદાન માટેના ચાર્જીસ કાપી લેવા.
- કેન્સર જેવા રોગોની લેટેસ્ટ સારવારના પૈસા કાપી લેવા.
- ક્લેઈમ માટે બિનઆવડત ધરાવતા સ્ટાફ દ્વારા બિનજરૂરી સવાલ ઉભા કરી વીમાના પૈસા ચૂકવણીમાં વિલંબ કરવો
(4) આ ઉપરાંત હોસ્પિટલોના ક્લેઈમ્સમાં પણ ખોટા પૈસા કાપી નાખવામાં આવે છે.
- હોસ્પિટલ એમ્પેન્સમેન્ટમાં પારદર્શકતાનો આભાવ
(5) ફરિયાદ નિવારણ માટે SPOC વિન્ડોઃપ્રદાતાઓ માટે ફરિયાદ નિવારણ માટે સિંગલ પોઈન્ટ સંપર્ક જરૂરી છે. દરેક PSU વીમા કંપનીમાં સમર્પિત ફોન નંબર, વ્યક્તિગત ઈ-મેઈલ આઈડી આપવો.
(6) તમામ હોસ્પિટલોને નેટવર્કમાં સામેલ કરવાની માંગણી આહના દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...