સોમવારથી હોસ્પિટલોમાં કેશલેસ બંધ:15મી સુધી 150 ખાનગી હોસ્પિટલમાં કેશલેશ સુવિધા બંધ, રોજના 1500થી વધુ દર્દી અટવાશે

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીમા પોલિસીમાં સર્જરીનો ચાર્જ વધારવા આહનાની માગ

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (આહના) સાથે જોડાયેલી શહેરની 150 હોસ્પિટલમાં સોમવારથી 15 ઓગસ્ટ સુધી કેશલેશની સુવિધા બંધ કરવામાં આવી છે. વીમા પોલિસીમાં સર્જરીનો ચાર્જ વધારવાની આહનાની માગણી છે. શહેરની 150 હોસ્પિટલમાં કેશલેશની સુવિધા છે. જેમાં રોજ 1500થી 2 હજાર દર્દી કેશલેશનો લાભ લે છે.

આહનાના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું કે, જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ ધી ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ, નેશનલ ઈન્સ્યોરન્સ, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ તેમજ ધી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીને અનેક રજૂઆતો કરવામાં આવી છે. કેટલીક સર્જરી માટે કંપનીઓ દ્વારા ફિક્સ ચાર્જ નક્કી કરાયો છે. જેમાં ડાયાબિટીસ, હૃદય રોગ જેવી કો-મોર્બિડિટીને ધ્યાનમાં લેવામાં આવેલ નથી. તેની સાથે જ ચાર્જ ખૂબ જ ઓછા હોવાથી ક્વોલિટી સારવાર આપી શકાતી નથી.

લાંબા સમયથી જે હોસ્પિટલોના ચાર્જ રિવાઈઝ ન કરાયા હોય તે હેલ્થ ઈન્ફેક્શન ઈન્ડેક્સ પ્રમાણે દર વર્ષે 6 ટકા વધારી આપવામાં આવે. દર્દીઓને રિએમ્બર્સમેન્ટમાં પડતી તકલીફોનું નિરાકરણ કરવામાં આવે તેમજ વીમા કંપનીઓ જુદા જુદા ચાર્જ હેઠળ પૈસા કાપી લે છે.

અન્ય સમાચારો પણ છે...