આયોજન:GTU નેશનલ સ્પોર્ટ્સમાં પહેલા 3 આવનારને રોકડ પુરસ્કાર અપાશે

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રમતગમત, લલિત કળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નિર્ણય
  • પ્રથમ ક્રમાંકને રૂ. 10 હજાર, બીજા ક્રમાંકને 7 હજાર અપાશે

જીટીયુ રમતગમત તેમ જ લલિત કળા ક્ષેત્રની સ્પર્ધાઓમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી મેડલ પોલિસી લાગુ કરાઈ છે. જીટીયુના આ વિદ્યાર્થીલક્ષી નિર્ણય અનુસારા નેશનલ લેવલની વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ રેન્ક મેળવનાર વિદ્યાર્થીને અનુક્રમે રૂ. 10 હજાર, રૂ. 7 હજાર અને રૂ. 5 હજારનો રોકડ પુરસ્કાર, બ્લેઝર આપશે.

જીટીયુમાં સ્પોર્ટ્સ અને કલ્ચર વિભાગ તરફથી પ્રતિ વર્ષ વિવિધ રમતગમત સ્પર્ધાને લગતા મહોત્સવ ‘ક્ષિતિજ’નંુ આયોજન કરવામાં આવે છે તેમ જ ઓલ ઈન્ડિયા લેવલની ઇન્ટર યુનિવર્સિટીની વિવિધ સ્પર્ધાઓમાં પણ જીટીયુના વિદ્યાર્થીઓ ભાગ લઈને સફળતા મેળવતા હોય છે.ઇન્ચાર્જ કુલપતિ ડો. પકંજરાય પટેલે કહ્યું કે, ‘જીટીયુ દ્વારા નેશનલ લેવલ પર શૈક્ષણિક વર્ષ 2020-21 માટે પ્રતિનિધિત્વ કરનાર, સફળતા મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે. જીટીયુના સ્પોર્ટ્સ, કલ્ચરલ વિભાગના અધિકારી ડો. આકાશ ગોહિલે આ અંગે કહ્યું કે, ‘સ્પોર્ટ્સ અને કલ્ચરલ વિભાગની આ પોલિસી થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાશે.

આ ઉપરાંત રાષ્ટ્રીય અને આતંરરાષ્ટ્રીય સ્તર પર વધુ ને વધુ પ્રમાણમાં પ્રતિનિધિત્વ કરવા માટે પ્રેરાશે.’ઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી આયોજિત તમામ રમતોની સ્પર્ધા તેમ જ યુવક મહોત્સવની તમામ સ્પર્ધાઓમાં ટોપ ત્રણમાં સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓ તેમ જ એનસીસી, એનએસએસના દિલ્હી ખાતે સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લેનાર કેડેટ્સને આનો લાભ મળશે.

આ પોલિસીમાં નેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ કે પ્રથમ રેન્ક મેળવનાર વિદ્યાર્થીને રૂ. 10 હજાર પુરસ્કાર, બ્લેઝર અપાશે. જો ટીમ ઇવેન્ટ હશે તો પ્રતિ વિદ્યાર્થીદીઠ 7 હજાર તેમ જ કોચ તથા મેનેજર સહિતના તમામ સભ્યોને બ્લેઝર અપાશે. દ્વિતીય ક્રમાંક કે સિલ્વલ મેડલ મેળવનારા વિદ્યાર્થીને રૂ.7 હજાર પુરસ્કાર,બ્લેઝર અપાશે. ત્રીજો રેન્ક કે બ્રોન્ઝ મેળવનાર વિદ્યાર્થીને રૂ. 5 હજારનો પુરસ્કાર કોચ સહિતના તમામને બ્લેઝર અપાશે.

અન્ય સમાચારો પણ છે...