તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસા પહેલાં જ રોગચાળો વકર્યો:અમદાવાદીઓમાં પાણીજન્ય રોગો વધ્યા, જૂનના 15 દિવસમાં જ ચામડીના રોગોના 3210 કેસ નોંધાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો. - Divya Bhaskar
ફાઈલ ફોટો.
  • તબીબોના મતે દૂષિત પાણી અને ડબલ સીઝનને કારણે રોગચાળો વકરી રહ્યો છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહેલા કોરોના અને મ્યુકોરમાઇકોસિસ બાદ હવે ચામડીના રોગોના કેસમાં ધરખમ વધારો થયો છે. ગત બન્ને મહિનામાં ત્રણ હજાર આસપાસ કેસો નોંધાતા હતા, જ્યારે જૂનના 15 દિવસમાં જ 3210 કેસ નોંધાયા છે. એપ્રિલ મહિનામાં અહીં 3268 અને મે મહિનામાં 3214 દર્દીઓ નોંધાયા હતા. આ કેસોમાં ગૂમડાં, ધાધર, અળાઈ અને ફંગલ ઇન્ફેક્શન જેવા રોગોની સંખ્યા વધારે છે. તબીબોનું કહેવું છે કે સખત ગરમી અને ભેજવાળા વાતાવરણના મિશ્રિત હવામાનને કારણે આ રોગ થઈ રહ્યા છે.

પાણીજન્ય રોગોની સાથે ઝાડા-ઊલટીના કેસમાં વધારો
બીજી તરફ, સોલા સિવિલમાં પાણીજન્ય રોગો તથા ઝાડા-ઊલટીના રોગોના વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સામાન્ય દિવસોમાં એક સપ્તાહમાં ઝાડા-ઊલટીના 50 જેટલા કેસ આવતા હોય છે. હાલમાં આ કેસમાં વધારો થયો છે અને 90 કેસ નોંધાઈ રહ્યા છે. એ ઉપરાંત કમળાના 25 કેસ નોંધાઈ રહ્યા છે. ડાયેરિયાના સામાન્ય દિવસોમાં 25 કેસની સરખામણીએ 48 કેસ આવ્યા છે. ડોક્ટરોનું માનવું છે કે દૂષિત પાણી તથા ડબલ સીઝનને કારણે આ પ્રકારના કેસ નોંધાઈ રહ્યા છે. સોલા સિવિલ સહિત અસારવા સિવિલમાં પણ આ પ્રકારના કેસમાં વધારો થયો છે.

સોલા સિવિલ સહિત અસારવા સિવિલમાં આ પ્રકારના કેસમાં વધારો થયો ( ફાઈલ ફોટો)
સોલા સિવિલ સહિત અસારવા સિવિલમાં આ પ્રકારના કેસમાં વધારો થયો ( ફાઈલ ફોટો)

અમદાવાદ સિવિલમાં એક જ દિવસમાં મ્યુકર માઇકોસિસના 26 કેસ
સિવિલમાં આવતાં મ્યુકર માઈકોસિસના દર્દીની સંખ્યામાં છેલ્લા 24 કલાકમાં અચાનક વધારો થવા સાથે નવા 26 દર્દી દાખલ થયા હતા. જ્યારે એકનું મૃત્યુ થયું હતું. હાલ સિવિલમાં આ રોગના 260 દર્દી દાખલ છે. જ્યારે 14ને રજા આપવામાં આવી હતી. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.જયપ્રકાશ મોદી જણાવે છે કે, એક અઠવાડિયાથી હોસ્પિટલમાં મ્યુકર માઇકોસિસના કેસમાં ક્રમશ ઘટાડો નોંધાવાની સાથે દાખલ થતાં નવા દર્દીની સંખ્યા 25-30થી ઘટીને 7 પર પહોંચી હતી. પરંતુ, ગુરુવારે મ્યુકર માઇકોસિસના નવા 26 દર્દીઓ દાખલ થયા હતા.

અત્યારસુધીમાં મ્યુકર માઇકોસિસના 1135થી વધુ દર્દીઓ નોંધાયા
મ્યુકોરમાઇકોસિસને કારણે સિવિલ અને ડેન્ટલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં 100થી વધુ દર્દીનાં મોત થયાંની માહિતી સામે આવી છે, અત્યારે પણ મોતનો સિલસિલો યથાવત્ છે, વધુ એક દર્દીનું સિવિલમાં સારવારમાં મોત થયાનું સામે આવ્યું છે. સિવિલમાં રોજ એક કે બે દર્દીના મ્યુકોરમાઇકોસિસને કારણે મોત થાય છે. ગુરુવારની સ્થિતિએ સિવિલ હોસ્પિટલમાં 260 જેટલા મ્યુકોરમાઇકોસિસના દર્દીને સારવાર અપાઈ રહી છે, અત્યારસુધીમાં 1135થી વધુ દર્દીઓ નોંધાયા છે.

દૂષિત પાણી તથા ડબલ સીઝનને કારણે આ પ્રકારના કેસ નોંધાય છે ( ફાઈલ ફોટો)
દૂષિત પાણી તથા ડબલ સીઝનને કારણે આ પ્રકારના કેસ નોંધાય છે ( ફાઈલ ફોટો)

અમદાવાદમાં ઘાતક નિવડેલો કોરોના ઓસર્યો
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે 50થી ઓછા કેસ નોંધાયા છે. ત્યાં 24 કલાકમાં 47 નવા કેસ નોંધાયા છે તથા 104 સાજા થયા છે તેમજ 2 દર્દીનાં મોત થયાં છે. ત્યારે દૈનિક મૃત્યુઆંક સ્થિર થયો છે અને આઠ દિવસથી દૈનિક 2નાં મોત થાય છે. 16 જૂનની સાંજથી 17 જૂનની સાંજ સુધીમાં શહેરમાં 47 નવા કેસ નોંધાયા છે તેમજ શહેરમાં 125 અને જિલ્લામાં 1 દર્દી સાજો થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ શહેરમાં 2 દર્દીનાં મોત થયાં છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 37 હજાર 308 થયો છે, જ્યારે 2 લાખ 32 હજાર 341 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે મૃત્યુઆંક 3 હજાર 389 થયો છે.

અન્ય સમાચારો પણ છે...