કેવી રીતે જીતીશું?:કેસ વધી રહ્યાં છે, રસી ઘટી રહી છે... રાજ્યમાં 61,647 એક્ટિવ કેસ અને 329 વેન્ટિલેટર પર

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ| રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર છે અને હવે રાજ્ય સરકાર પણ ક્યાંય બેડ ખાલી ન હોવાનો સ્વીકાર કરી રહી છે. રાજ્યમાં રવિવારે ઓલટાઈમ હાઈ 10,340 નવા કેસ નોંધાયા અને 110 દર્દીના મોત થયા છે. જ્યારે 3,981 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. આમ સતત 19માં દિવસે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા છે.

31 માર્ચથી સતત નવા કેસ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યા છે. આ 24 કલાકમાં આખા ફેબ્રુઆરી જેટલા કેસ સામે આવ્યા છે. ફેબ્રુઆરીમાં 8349 કેસ નોંધાયા હતા. 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં 27, સુરત શહેરમાં 24, રાજકોટ શહેરમાં 9, વડોદરા શહેરમાં 8, સુરેન્દ્રનગરમાં 7, ગાંધીનગર અને સુરત જિલ્લામાં 4-4, ભરૂચમાં 3, જામનગર શહેર અને જિલ્લામાં 3-3, બનાસકાંઠા, મોરબી, મહેસાણા, રાજકોટ જિલ્લામાં, સાબરકાંઠા અને વડોદરા જિલ્લામાં 2-2 દર્દીના મોત થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં 1, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર શહેર, જૂનાગઢ જિલ્લામાં અને ખેડમાં 1-1 દર્દીના મોત નિપજ્યા છે. આ સાથે મૃત્યુઆંક 5377એ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, સતત 10 દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે.

રાજ્યમાં 1.17 લાખને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 88.80 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 14.7 લાખ લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1. 2 કરોડનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રવિવારે 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 65, 109 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 43, 966ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં છેલ્લા 79 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 4.4 લાખના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 5,367 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3.37લાખ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 61,647 એક્ટિવ કેસ છે, જેમાંથી 329 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 61,318 દર્દીની હાલત સ્થિર છે.

એપ્રિલમાં દૈનિક મોત 9થી વધી 110 થયા પણ રસી સતત ઘટી

તારીખનવા કેસમોતવેક્સિનેશન
1 એપ્રિલ241094.65 લાખ
2 એપ્રિલ2640114.40 લાખ
3 એપ્રિલ2815134.88 લાખ
4 એપ્રિલ2875144.67 લાખ
5 એપ્રિલ3160152.99 લાખ
6 એપ્રિલ3280173.28 લાખ
7 એપ્રિલ3575221.29 લાખ
8 એપ્રિલ4021353.27 લાખ
9 એપ્રિલ4541422.98 લાખ
10 એપ્રિલ5011492.82 લાખ
11 એપ્રિલ5469542.03 લાખ
12 એપ્રિલ6021552.38 લાખ
13 એપ્રિલ6690672.06 લાખ
14 એપ્રિલ7410731.62 લાખ
15 એપ્રિલ8152811.61 લાખ
16 એપ્રિલ8920941.29 લાખ
17 એપ્રિલ9541971.71 લાખ
18 એપ્રિલ103401101.17 લાખ
અન્ય સમાચારો પણ છે...