...બસ સાથે જ રહેવું'તું:સ્વીટી બાદ મહેંદી મર્ડર કેસે ગુજરાતને હચમચાવ્યું, બે-બે સ્ત્રીઓનો પ્રેમમાં કરૂણ અંજામ, પિતા જ નીકળ્યા બે માસૂમોની જનેતાના હત્યારા

અમદાવાદ8 મહિનો પહેલા
  • ત્રણ મહિનામાં આડા સંબંધોના બે કેસ વચ્ચે અનેક સામ્યતા
  • પ્રેમી, પત્ની અને પ્રેમિકાને કારણે બે પરિવાર વેરવિખેર થયા
  • સ્વીટીનો 2 વર્ષનો તો મહેંદીનો 8 મહિનાનો દીકરો નોધારા

તાજેતરમાં આડા સંબંધોના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, લગ્નેતર સંબંધોના બે કેસ ગુજરાતમાં ખૂબ ગાજ્યા છે. જેમાં બે સંતાનોએ માતા ગુમાવવી પડી છે. એક સ્વીટી પટેલ મર્ડર કેસ અને એક મહેંદી મર્ડર કેસ. આ બન્ને કેસમાં આડાસંબંધોમાં મહિલાઓએ જીવ ગુમાવવો પડ્યો છે.

સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા શિવાંશને તરછોડવાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. શિવાંશના પિતા સચિને જ તેની પ્રેમિકા હિના ઉર્ફે મહેંદીની હત્યા કરી છે. શિવાંશ તેની પ્રેમિકાનું જ સંતાન છે. થોડા સમય પહેલા ચર્ચિત બનેલા સ્વીટી પટેલ મર્ડર કેસ સાથે અનેક સામ્યતાઓ છે. આ બન્ને કેસમાં પ્રેમનો કરૂણ અંજામ આવ્યો છે. માત્ર એટલું જ નહીં, બે-બે માસૂમની જનેતાનો હત્યારો પણ પિતા જ નીકળ્યો.

આ પણ વાંચોઃ જેણે મોઢેથી મા શબ્દ બોલે તે પહેલા જ જનેતા ગુમાવી, પિતાએ સાથ છોડ્યો તો માથે હાથ મુકવા આખું ગુજરાત દોડી આવ્યું

જુલાઈમાં સામેલા આવેલા સ્વીટી પટેલ મર્ડર કેસમાં પણ સ્વીટી અને તેના પ્રેમી અજય દેસાઈ વચ્ચે પત્ની તરીકેનો દરજ્જો મેળવવા માટે વારંવાર ઝઘડાઓ થતા હતા. જેનો અંત સ્વીટીની હત્યાથી આવ્યો હતો. જ્યારે આજે(10 ઓક્ટોબર, 2021) મહેંદી પેથાણી કેસમાં પણ બન્ને વચ્ચે ઝઘડો થયો અને સચિને મહેંદીનું ગળું દબાવી દીધું.

આ પણ વાંચોઃ સચિન અને મહેંદી વડોદરાના આ ફ્લેટમાં લિવ ઇનમાં રહેતા, આરોપીને સાથે રાખી ફ્લેટમાં તપાસ કરી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો

મહેંદી અને સચિન અમદાવાદમાં સંપર્કમાં આવ્યા
મહેંદી અમદાવાદમાં એક શો રૂમમાં નોકરી કરતી હતી. આ દરમિયાન તેની સચિન સાથે મુલાકાત થઈ હતી. બાદમાં બંને પ્રેમમાં પડ્યા હતા અને વર્ષ 2019થી બન્નેએ લિવિ-ઈનમાં રહેવાની શરૂઆત કરી હતી.

સ્વીટી અને અજય અમદાવાદમાં ‘માઈન્ડ પાવર’ કાર્યક્રમમાં પ્રેમમાં પડ્યા
હેતસ સાથે ડિવોર્સ લીધા બાદ 2015માં સ્વીટીની એક સ્કૂલમાં યોજાયેલી માઈન્ડ પાવર નામના કાર્યક્રમમાં અમદાવાદ રૂરલ LIBના તત્કાલીન PSI અજય અમૃત દેસાઈ સાથે મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ અજય દેસાઈ અને સ્વીટી પટેલ વચ્ચે અનેક મુલાકાતો થઈ અને બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો. જેથી સ્વીટી અને અજય દેસાઈએ 2016માં રૂપાલના એક મંદિરમાં એકબીજાને હાર પહેરાવી ગાંધર્વ વિવાહ કરી લીધા.

સ્વીટીએ અજયના દીકરા અંશને જન્મ આપ્યો
ત્યાર બાદ સ્વીટી ગર્ભવતી થઈ, જો કે 5 મહિનાના ગર્ભ થયો ત્યાં સુધી સ્વીટીએ અજયને કંઈ કહ્યું નહોતું અને બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. ત્યાર બાદ તેમના ઘરે દીકરાનો જન્મ થયો. જેનું નામ અંશ પાડ્યું હતું.

આ પણ વાંચોઃ ગામના જ યુવાન સાથે લવમેરેજ અને ડિવોર્સ, જેને ગાંધર્વ વિવાહ દ્વારા પતિ બનાવ્યો તેના હાથે જ મોત મળ્યું, અંતિમ સંસ્કાર પણ નસીબ ન થયા

મહેંદી સચિનના દીકરા શિવાંશની મા બની
મહેંદી અને સચિન સાથે રહેવા લાગ્યા બાદ 2020માં મહેંદીએ શિવાંશને જન્મ આપ્યો. બાદમાં સચિનની જૂન મહિનામાં વડોદરાની ઓઝોન કંપનીમાં નોકરી કરવા લાગ્યો હતો. તે મહેંદી અને શિવાંશ સાથે ત્યાં રહેવા ગયો હતો. વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા દર્શનમ ઓવરસીઝના જી-102 નંબરના ફ્લેટમાં ભાડે રહેતો હતો.

સોમથી શુક્ર હિના સાથે અને શનિ-રવિ પત્ની સાથે રહેતો સચિન
પોલીસ તપાસમાં જાહેર થયેલી વિગત મુજબ સચિન દીક્ષિત અઠવાડિયા દરમિયાન સોમથી શુક્ર સુધી વડોદરામાં હિનાની સાથે રહેતો હતો. વીકેન્ડમાં તે ગાંધીનગર સ્થિત પોતાના માતા-પિતા અને પત્નીની સાથે રહેવા આવતો હતો.

વડોદરામાં પત્ની અને કરજણમાં સ્વીટી
અજય અને સ્વીટી કરજણના પ્રયોશા સોસાયટીના બંગલોમાં રહેતા હતા. જ્યારે અજયની બીજી પત્ની વડોદરામાં હતી. આ દરમિયાન એકવાર સ્વીટી પણ વડોદરા ગઈ. આમ એક સમયે સ્વીટી અને અજયની પત્ની એક જ શહેરમાં હતી. સ્વીટીના દિવસેને દિવસે અજય સાથે ઝઘડાઓ વધવા લાગ્યા. જેથી અજય માટે એક સાથે બે બે સ્ત્રીઓ સંભાળવી મુશ્કેલ બન્યું. આથી એક દિવસ અજય દેસાઈએ સામાજિક રીતે આડખીલીરૂપ બનેલી સ્વીટીનો કાયમી કાંટો કાઢી નાંખવાનો પ્લાન ઘડ્યો.

પત્ની સાથે રહે અથવા મારી(મહેંદી) સાથે
બે દિવસ પહેલા સચિને વતન જવું હતું. પરંતું મહેંદી તેનો વિરોધ કર્યો, મહેંદીએ કહ્યું વતન ઉત્તર પ્રદેશ જવાને બદલે તું મારી સાથે જ રહે અથવા તો તેની સાથે રહે.

અજયે બીજા લગ્ન કરતા સ્વીટી સાથે ઝઘડાઓ થવા લાગ્યા
એક વર્ષના ગાળામાં સ્વીટી અને અજયના જીવનમાં સમસ્યાઓ થવા લાગી. આ સમસ્યાઓનું મૂળ અજયના 2017માં થયેલા લગ્ન હતા. અજય દેસાઈએ સ્વીટી સાથે મંદિરમાં લગ્ન કર્યા બાદ 2017માં તેના સમાજની યુવતી સાથે લગ્ન કરી લીધા. આમ અજયની એક સામાજિક રીતે સ્વીકારાયેલી પત્ની હતી તો બીજી બાજુ સ્વીટી. અજયના બીજા લગ્ન બાદ સ્વીટી અને અજય વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. જો કે બન્ને વચ્ચેના અણબનાવો વચ્ચે સ્વીટી પ્રેગ્નન્ટ થઈ, પરંતુ સ્વીટીએ 5 મહિના સુધી અજયને પ્રેગ્નન્સી અંગે વાત ન કરી. આ મામલે પણ બન્ને વચ્ચે કંકાસ થવા લાગ્યો. 2019માં તેણીએ અજય દેસાઈના દીકરાને જન્મ આપ્યો.

ઝપાઝપી થઈ અને મહેંદીનું ગળું દબાવી દીધું
તે દિવસે મહેંદી અને સચિન વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો. બે સ્ત્રી વચ્ચે અટવાયેલો સચિન ગુસ્સા પર કાબૂ ન કરી શક્યો અને બન્ને વચ્ચે ઝપાઝપી થઈ. અંતે સચિને મહેંદીનું ગળું દબાવી હત્યા કરી. હત્યા બાદ તેની લાશને બેગમાં પેક કરીને ફ્લેટના રસોડામાં મુકી દીધી હતી.

જોરદાર ઝઘડો થયો અને અજયે સ્વીટીનું ગળું દબાવી દીધું
4 જૂન 2021ની રાત્રે સ્વીટી અને અજય દેસાઇ વચ્ચે લગ્ન સંબધિત વાતને લઇ મોટો ઝઘડો થયો હતો, રાત્રે 12-30 વાગે પીઆઇ દેસાઇએ સ્વીટીનું ગળુ દબાવી હત્યા કરી. બીજા દિવસે સવારે જાણે કંઇ ના બન્યું હોય તેમ સવારે 10.45 વાગે પોતાની કાળા કલરની કંપાસ જીપને ઘરના દરવાજા સુધી લાવી લાશ મૂકી હતી. પત્નીની હત્યા બાદ પીઆઇએ કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા કિરીટસિંહ જાડેજાની મદદ લીધી, સાંજે 4 વાગે કારને કરજણથી આમોદ અને વાગરા થઇને દહેજ હાઇવે પર અટાલી લઇ ગયા હતા. જ્યાં અવાવરુ હોટેલની પાછળ સ્વીટીની લાશને સળગાવી દીધી.