તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:માંડવિયા સીએમ બનશે તેવા સમાચાર આપનાર પોર્ટલ સામે રાજદ્રોહનો ગુનો!

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂપાણીના સ્થાને મનસુખ માંડવિયાની CM તરીકેની શક્યતાના સમાચાર આપવા બદલ પોર્ટલના એડિટરની અટકાયત કરાઈ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ફેસ ઓફ નેશન નામના ન્યૂઝ વેબપોર્ટલ દ્વારા ગુજરાત રાજ્યમાં સત્તા બદલાય તેવી શક્યતા અંગેના સમાચાર પ્રસિદ્ધ કરી સોશિયલ મીડિયામાં ફરતા કરવા બદલ રાજદ્રોહનો ગુનો દાખલ કરી તેના એડિટર ધવલ પટેલની અટકાયત કરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના ફેસ ઓફ નેશન નામના ન્યૂઝ વેબપોર્ટલમાં 7 મેના રોજ એક સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેમાં જણાવાયું હતું કે, ‘રાજ્યમાં કોરોનાના કેસો વધતા સરકાર નિષ્ફળ ગઈ છે, જેની નોંધ છેક દિલ્હી સુધી લેવામાં આવી છે. તેને લઈને વડાપ્રધાનના વિશ્વાસુ વ્યક્તિની છાપ ધરાવતા મનસુખ માંડવિયાને હાઈ કમાન્ડનું તેડું આવ્યું છે, જેને લઈને સત્તા બદલાય તેવી શક્યતા સેવાઈ રહી છે. મનસુખ માંડવિયાનાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મનસુખ માંડવિયાને દિલ્હી ભાજપ હાઈકમાન્ડ તેડું આવ્યું છે.’ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભગીરથસિંહ ગોહિલે આ અંગે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આ સમાચારથી રાજ્યમાં અસ્થિરતાનો તેમ જ લોકોમાં ભયનો માહોલ ઊભો થાય તેવો પ્રયાસ કરાયો હોવાનું જણાતા ફેસ ઓફ નેશનના એડિટર ધવલ રજનીકાંતભાઈ પટેલ સામે ગુનો દાખલ કરી તેમની અટકાયત કરવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો