તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદમાં દૂધ તેમજ ડેરી પ્રોડક્ટ અને મેડિકલ સ્ટોર સિવાય કોઇ પણ દુકાન કે લારી ખોલવા પર પ્રતિબંધ હોવા છતાં રવિવારે સવારથી જ પશ્ચિમ અમદાવાદમાં 6 ફેરિયાઓએ શાકભાજીની લારીઓ શરૂ કરી હતી. જ્યારે અન્ય 6 વેપારીઓએ દુકાનો ખોલી દેતા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
સરખેજ અંબર ટાવર સામે કે.પી.મેટર્સ નામની દુકાન ખોલીને બેઠેલા વેપારી અબ્દુલ રહેમાન અબ્દુલ શરીફ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તેની ધરપકડ કરી હતી. જ્યારે પાલડીમાં બ્રહ્મક્ષત્રિય સોસાયટી પાસે ચાનું વેચાણ કરતા વેપારી અભિક અજીત શાહે ગોડાઉન ખુલ્લુ રાખ્યું હોવાથી પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. કાલુપુર ઘી બજારમાં દુકાન ખોલીને બેઠેલા ઈકબાલ નૂરમહંમદ શેખ અને કાલુપુર પાંચકૂવા પખાલી વાડમાં એમ.એસ.કોર્પોરેશન નામની દુકાન ખોલીને બેઠેલા વેપારી મહંમદ જુનેદ મંસૂરીની પોલીસે ધરપકડ કરી હતી.
તેવી જ રીતે ગોતામાં સિલ્વર હોર્મોનિયમ ફ્લેટની નીચે એક દુકાન ખોલીને કેરીનું વેચાણ કરી રહેલા વેપારી નવિન હિંમતલાલ પટેલ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
શહેરકોટડા નરોડા રોડ ઉપર શાકભાજીની લારી શરૂ કરી દેનાર ગીતાબહેન પટણીની પોલીસે ધરપકડ કરતા તેમનો પક્ષ લઇને પોલીસ સાથે ઝઘડો કરી રહેલા સુરેશ રામચંદ્ર વણજારાની પણ પોલીસે ધરપકડ કરી હતી. શહેરકોટડા પોલીસે હરિભાઇ ગોદાણી વિસ્તારમાંથી હસમુખ પટેલ નામના વ્યક્તિને તમાકુની 35 પડીકી, 1 કિલો તમાકુ અને ચૂનાની 70 પડીકી સાથે ઝડપી લીધો હતો.
રાણીપમાં બે ગ્રાહક સામે ગુનો નોંધાયો
રાણીપ બલોલનગર ચાર રસ્તા પાસે રવિવારે શાકભાજીની લારી લઇને ઊભેલા મંજુલાબહેન પટણી અને ગીતાબહેન પટણીને ઝડપી લેવાયા હતા. લારીમાંથી શાકભાજી ખરીદવા આવેલા કિશન બારોટ અને દુષ્યંત મિસ્ત્રીની પણ પોલીસે ધરપકડ કરી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.