તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં બીજી લહેર શાંત:કેસ 300 નીચે; રિકવરી રેટ 97.78% પર પહોંચી ગયો; અત્યાર સુધીમાં કુલ 803122 લોકોએ કોરોનાને માત આપી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેની સાથે સાથે દૈનિક મૃત્યુ પણ ઘટી રહ્યા છે. 24 કલાકમાં 298 નવા કેસ નોધાયા છે. 113 દિવસ બાદ 300થી ઓછા કેસ નોંધાયા છે. અગાઉ 25 ફેબ્રુઆરી 301 નોંધાયા હતા. 935 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રિક્વરી રેટ સુધરીને 97.78 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 5 દર્દીના મોત થયા છે. ગઈકાલે દિવસ બાદ 4 દર્દીના મોત થયા હતા. આમ હવે 7 મહાનગર અને 30 જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી. રાજ્યમાં સતત આઠમા દિવસે એકેય જિલ્લા કે શહેરમાં 100થી વધુ કેસ નોંધાયા નથી.

રાજ્યમાં અત્યાર સુધીમાં 8,21,376ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 1,012 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8,03,122 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 8,242 એક્ટિવ કેસ છે, જેમાંથી 209 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 8,033 દર્દીની હાલત સ્થિર છે.

બુધવારે 2 લાખથી વધુ લોકોને રસી અપાઈ
બુધવારે 2,18,062 લોકોને રાજ્યમાં રસી અાપવામાં અાવી હતી. અા સાથે રાજ્યમાં કુલ 2,10,39,716 લોકોને રસી અપાઈ ચૂકી છે. 19,49,514 ફ્રન્ટલાઈન વર્કર અને હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. જ્યારે 11,09,847 હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કરને બીજો ડોઝ અપાયો છે. તેવી જ રીતે 45 વર્ષથી વધુ વયના 1,01,02,613 લોકોને પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. જ્યારે 45થી વધુ ઉંમરના 34,73,569 લોકોને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. 18થી 45 વયજૂથમાં 43,23,779 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 80,394 લોકોને બીજો ડોઝ અપાયો છે. અામ રાજ્યમાં 2 કરોડથી વધુ લોકોને અત્યાર સુધીમાં રસી અપાઈ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...