તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:CAની વિન્ટર એક્ઝામ ડિસેમ્બરમાં યોજાવાની શક્યતા

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને કારણે પરીક્ષા લંબાવાઈ
 • સીએ સમર એક્ઝામ જુલાઈમાં લેવાશે અને પરિણામ ઓક્ટોબરમાં આવશે

કોરોના મહામારીના કારણે ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની નવેમ્બર-2020મા લેવાનારી વિન્ટર એક્ઝામિનેશન ડિસેમ્બરમાં યોજાય તેવી પ્રબળ શક્યતા છે. હાલની કટોકટીપૂર્ણ પરિસ્થિતિમાં પ્રતિ વર્ષ મે મહિનામાં યોજાતી સીએની સમર એક્ઝામિનેશન પાછી ઠેલીને જુલાઈ મહીનામાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે તેના પગલે વિન્ટર એક્ઝામિનેશન પાછી ઠેલાશે તેવી વિગતો મળી છે. હાલમાં સીએ સમર એક્ઝામિનેશનની તારીખો પાછી ઠેલાતા  જુલાઈમાં થનારી પરીક્ષાનુ પરિણામ ઓક્ટોબર મહિનામાં જાહેર કરવામાં આવશે.  જ્યારે ડીસેમ્બર-2020માં થનારી એક્ઝામનુ  પરિણામ સભવત: ફેબ્રુઆરીમાં જાહેર થાય તેવી વિગતો મળી છે. આઈસીએઆઈ તરફથી સામાન્ય રીતે પ્રતિ વર્ષ મે મહીનામાં સમર અને નવેમ્બર મહીનામાં વિન્ટર એક્ઝામિનેશન લેવામાં આવે છે. જેમાં ફાઉન્ડેશન, ઈન્ટર અને ફાઈનલ એમ ત્રણ ગૃપને આવરી લેતી પરીક્ષાઓનુ આયોજન કરવામાં આવે છે.  જો કે હાલમાં કોવિડ-19ના પ્રકોપના કારણે સમગ્ર  દેશ અસરગ્રસ્ત છે. જેના કારણે સમર એક્ઝામ પાછી ઠેલવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો