રેન્ટ અ સેલ્ફ ડ્રાઇવ સેવા શરૂ:એરપોર્ટ પર સેલ્ફ ડ્રાઇવિંગ માટે કાર ભાડે લઈ શકાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેસેન્જરોને રિક્ષા કે ટેક્સીની રાહ જોવી નહીં પડે​​​​​​​

અમદાવાદ એરપોર્ટ પર એક કે બે દિવસ માટે ફરવા આવતાં પેસેન્જરોને સેલ્ફ ડ્રાઇવિંગનો વિકલ્પ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આથી હવે અમદાવાદ આવતા પેસેન્જરોને એરપોર્ટ પર રિક્ષા કે ટેક્સીની રાહ જોવી પડશે નહિ. હવે અમદાવાદ એરપોર્ટથી અમદાવાદ ફરવા કે પોતાના કામ માટે એકથી બે દિવસ માટે આવતાં પેસેન્જરોને સેલ્ફ ડ્રાઇવિંગનો ઓપ્શન મળી શકશે.

આ યોજાના હેઠળ પેસેન્જરો માટે અમદાવાદ એરપોર્ટ પર જ રેન્ટ અ સેલ્ફ ડ્રાઇવ નામની સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં એક કે બે દિવસ રોકાવા માગતા હોય તો આ કાઉન્ટ પરથી પેસેન્જર ઓટોમેટિક કે મેન્યુઅલ કાર ભાડે લઇને સેલ્ફ ડ્રાઇવિંગ કરીને અમદાવાદમાં ફરી શકશે.

જોકે, આ યોજના હેઠળ કાઉન્ટર પરથી પેસેન્જર્સ પોતાની જરૂરિયાત મુજબ નાની અને મોટી બંને કાર ભાડે મેળવી શકશે. આ કારોમાં હેચબેક નાની કારના 8 કલાકના રૂ.900 અને સિડાન કારના 24 કલાકના રૂ.3થી 4 હજાર જેટલું ભાડું નક્કી કરાયું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...