દર્શકોમાં ક્રિકેટ ફીવર:ઇન્ડિયન ટીમના વિદેશી ફેન, આયર્લેન્ડથી ઇન્ડિયન ટીમને સપોર્ટ કરવા કેરી મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચ્યા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારતીય દર્શકોએ પણ ટીમને ઉત્સાહભેર ટીમને ચિયર કર્યું - Divya Bhaskar
ભારતીય દર્શકોએ પણ ટીમને ઉત્સાહભેર ટીમને ચિયર કર્યું
  • ઇંગ્લેન્ડથી આવેલા ફેન્સ પોતાના દેશની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યા
  • વિદેશી ફેન કેરી આયર્લેન્ડથી ભારતીય ટીમને સમર્થન આપવા પહોંચ્યા

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ યોજાઈ રહી છે. આ માટે દેશ-વિદેશમાંથી લોકો મેચ જોવા માટે મોટેરા સ્ટેડિયમમાં આવી રહ્યા છે, સાથે આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમની કેપિસિટીના 50 ટકા દર્શકો માટે મેચ જોવાની મંજૂરી આપવામાં આવી છે.

ત્યારે ઇન્ડિયન ટીમનું સમર્થન કરવા માટે વિદેશી ફેન કેરી આયર્લેન્ડથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આવી પહોંચ્યા હતા. તેઓ તેમના દેશની ક્રિકેટ ટીમનાં ટીશર્ટ લઈને આવ્યાં હતાં અને સ્ટેડિયમની બહાર તેમણે ચિયર પણ કર્યું હતું. જોકે આ મેચમાં પહેલા એવા વિદેશી ઇન્ડિયન ફેન હશે જે આ સ્ટેડિયમમાં આવીને ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરશે.

કેરી પોતાના દેશનો ધ્વજ લઈને ભારતીય ટીમને સપોર્ટ કરશે.
કેરી પોતાના દેશનો ધ્વજ લઈને ભારતીય ટીમને સપોર્ટ કરશે.

ભારતીય ટીમને સપોર્ટ કરશે આયર્લેન્ડના સમર્થક
આયર્લેન્ડથી આવેલા ઇન્ડિયન ફેન કેરીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે પહેલી વખત ઇન્ડિયા આવ્યો છે અને આ મેચ જોવા માટે ઘણો ઉત્સાહિત છે. તેની સાથે તેઓ સ્ટેડિયમમાં ચિયર કરીને ટીમ ઇન્ડિયાને સપોર્ટ પણ કરશે. તે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો મોટો ફેન છે. કેરી અહીં એકલો મેચ જોવો માટે આવ્યો છે પણ તેણે જણાવ્યું હતું કે આ સ્ટેડિયમમાં તે નવા લોકોને મળશે અને તેમને મિત્ર બનાવશે. કેરીના ઘણા ઇન્ડિયન ફ્રેન્ડ દિલ્હીમાં રહે છે અને આજે અમદાવાદ મેચ જોવાનો મોકો મળતાં કેરીએ ઘણી ખુશી વ્યક્ત કરી છે.

ઇંગ્લેન્ડના ફેન્સ પણ પોતાની ટીમને સમર્થન આપવા સ્ટેડિયમ પહોંચ્યા.
ઇંગ્લેન્ડના ફેન્સ પણ પોતાની ટીમને સમર્થન આપવા સ્ટેડિયમ પહોંચ્યા.

ઈંગ્લેન્ડ ફેન્સ તેમની ટીમને ચિયર કરવા આવ્યા
આ મેચ જોવા આવેલા ટીમ ઇંગ્લેન્ડના ફેન્સમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઇંગ્લેન્ડથી આવેલા નિક અને લિયોએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને આનંદ છે કે તેઓ પહેલીવાર વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવ્યા છે. ઇંગ્લેન્ડના ફેન્સે આશા વ્યક્ત કરી હતી કે આજે તેમની ટીમ વિજયી થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લી મેચમાં બંને ટીમ સારું રમી હતી, પણ આ તેમના અનુસાર ટેસ્ટ મેચને ઈંગ્લેન્ડની ટીમ જીતશે.

100 કિમી દૂરથી અમદાવાદ મેચ જોવા માટે દિવ્યાંગ ક્રિકેટ ફેન આવ્યા છે.
100 કિમી દૂરથી અમદાવાદ મેચ જોવા માટે દિવ્યાંગ ક્રિકેટ ફેન આવ્યા છે.

વડોદરાથી દિવ્યાંગ ક્રિકેટ ફેન મેચ જોવા પહોંચ્યા
આજે ચોથી મેચને જોવા માટે વડોદરાથી અનોખા ક્રિકેટ ફેન અમદાવાદ મેચ જોવા માટે આવી પહોંચ્યા છે. વડોદરાના 28 વર્ષીય દિવ્યાંગ પ્રકાશભાઈ 2 ઘોડીના સહારે ચાલે છે. તેમણે DivyaBhaskar સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તે ક્રિકેટપ્રેમી છે અને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં આજે મેચ જોવા 100 કિમી દૂરથી આવ્યા હતા. પ્રકાશને આ મેચ જોવા માટે આવવામાં ઘણી તકલીફો વેઠી હતી, પરંતુ તેમનો ઉત્સાહ તેમને અહીં ખેંચી લાવ્યો હતો.

રામબાબુએ 4થી મેચમાં ટીમને સપોર્ટ કરવા તૈયારીઓ દર્શાવી.
રામબાબુએ 4થી મેચમાં ટીમને સપોર્ટ કરવા તૈયારીઓ દર્શાવી.

રામબાબુ આ મેચમાં પણ સ્ટેડિયમ પહોંચ્યા
અત્યારે સ્ટેડિયમની બહાર દર્શકોની ભીડ ઊમટી જવા પામી છે, એવામાં સવારથી મહેનત કરીને પોતાના બોડી પર પેઈન્ટ કર્યા પછી રામબાબુ પણ આજની મેચનો ભાગ બનવા સ્ટેડિયમે પહોંચી ગયા છે. તેઓ સ્ટેડિયમમાં બહાર ભારતની ટીમને ચિયર કરવા માટે પોતાના હાથમાં તિરંગો લઈને આવ્યા હતા, ત્યારે તેઓ આસપાસના દર્શકો સાથે મળીને ફોટો પડાવતા નજરે ચઢ્યા હતા. તેઓ લગભગ ભારતની મોટા ભાગની મેચમાં ટીમને ચિયર કરવા માટે આવી પહોંચ્યા છે.

ત્રીજી મેચમાં પણ રામબાબુ અનેરા ઉત્સાહ સાથે ટીમને સપોર્ટ કરવા આવ્યા છે.
ત્રીજી મેચમાં પણ રામબાબુ અનેરા ઉત્સાહ સાથે ટીમને સપોર્ટ કરવા આવ્યા છે.