અદાવતમાં હુમલો:અમદાવાદના સોલામાં લગ્નમાં આવી કારનો કાચ તોડ્યો, એક યુવકને ગાડીની ટક્કર મારી 4 શખસો ફરાર

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન - Divya Bhaskar
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન

સોલામાં અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને સોલા ગામમાં આવેલા જે.ડી પાર્ટી પ્લોટમાં ચાલુ લગ્ન પ્રસંગ દરમિયાન ચાર શખ્સોએ પાર્કિંગમાં પડેલી કારના કાચ તોડ્યા નાખ્યા હતા. એક યુવકને કારની ટક્કર મારી કાર ચાલકો ભાગી ગયા હતા. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધ્યો હતો.

સોલા ગામમાં આથમણો ઠાકોર વાસમાં રહેતા અમીતજી મહાસંગજી ઠાકોર કુટુંબમાં થતા કાકાના દીકરાના લગ્નમાં સોલા ગામ ખાતે જે.ડી.પાર્ટી પ્લોટમાં ગયા હતા. લગ્નપ્રસંગ ચાલી રહ્યો હતો તે સમયે મયુર ઠાકોર, રીંકુ ઠાકોર, યુવરાજસિંહ અને ઉમેશ ઠાકોર એક કારમાં આવ્યા હતા અને પાર્કિંગમાં પડેલી ગાડીને લાકડીઓથી કાચ તોડી તોડફોડ કરી રહ્યા હતા. જો કે વરરાજાની ગાડીનો કાચ તોડ્યો હોવાની જાણ થતા જ અમીતજી તેમના કુંટુબીજનો સાથે પાર્કિંગમાં ગયા હતા. અને કારનો કાચ તોડનારને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે સમયે આ ચારેયે કારમાં બેસીને ભાગવા લાગ્યા હતા.

એટલુ જ નહીં અમીતજી વચ્ચે આવતા તેમની પર કાર ચડાવવાનો પ્રયાસ કરીને કારની ટક્કર મારી હતી. જેના પગલે અમીતજીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ સોલા પોલીસને થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં અમીતજીએ મયુર ઠાકોર, રીંકુ ઠાકોર, યુવરાજસિંહ અને ઉમેશ ઠાકોરના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...