તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઓગણજ નજીક કારે બાઇકને ટક્કર મારી, મહિલાનું મોત; ઇજાગ્રસ્ત પિતા, બે પુત્રોને સિવિલમાં દાખલ કરાયા

અમદાવાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • નવું બાઇક ખરીદીને પતિ-પત્ની અને બે બાળકો જતાં હતાં, કાર પલટી મારી ચાલક ફરાર થયો

ઓગણજ સર્કલ એસ.પી.રિંગ રોડ પરથી નવા ખરીદેલા બાઇક પર પસાર થતા પરિવારને પાછળથી પૂરઝડપે આવી રહેલી કારે ટક્કર મારતા 28 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિ અને બે પુત્રો ગંભીર ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા છે. એ ટ્રાફિક પોલીસે અજાણ્યા કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે.

ગાંધિનગર જિલ્લાના રાંધેજા ગામે રહેતા રમણભાઇ વાદીએ એ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રમણભાઇની ફોઇની દીકરી તેજુ તેના પતિ મહેશ તથા 7 વર્ષીય આશિક અને 5 વર્ષીય રાજવીર સાથે ગોતામાં રહે છે. મહેશ વાદીએ નવું બાઇક ખરીદેલું, જેનો નંબર પણ આવ્યો નથી. એ બાઇક પર મહેશ વાદી પત્ની તેજુ પુત્રો આશીક અને રાજવીર રવિવારે 3.45 વાગે ઓગણજ સર્કલ એસ.પી.રિંગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલ કારે ટક્કર મારતાં મહેશભાઇ અને પરિવાર હવામાં ફંગોળાયા હતા.

કારચાલક કારને સર્વિસ રોડ પર પલટી ખવડાવી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત વાદી પરિવારને 108 માં સોલા સિવિલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં તબીબે તેજુબેનને મૃત જાહેર કર્યા હતાં. જ્યારે ગંભીર રીતે ઘાયલ પિતા અને બે પુત્રોને વધુ સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.જોકે હોસ્પિટલમાં ત્રણેયની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો