તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલનું અંધેર તંત્ર:બહાર રૂ.30-40માં મળતા જ્યુસ સિવિલની કેન્ટિનમાં 60 થી 80માં મળે છે, મજબૂર દર્દીઓ અને સગાંઓ સાથે લૂંટ

અમદાવાદ3 મહિનો પહેલા
સિવિલમાં આવેલા ફૂડ કોર્ટની તસ�
  • અમદાવાદ સિવિલ હોલ્પિટલ બહાર કેન્ટીનથી અડધી કિંમતે જ્યુસ વેચાય છે.
  • મજબૂરીમાં લોકોને બમણા પૈસા આપીને કેન્ટીનથી જ્યુસ લેવું પડે છે.
  • મફત સારવાર આપતી સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાંથી દર્દીના સગાં લૂંટાય છે.

કોરોનાને કારણે હોસ્પિટલમાં દર્દી અને દર્દીના પરિવારનો ધસારો વધ્યો છે. સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના અને અન્ય કારણોસર અનેક દર્દી અને તેમના પરિવારજનો આવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્ટીનમાં દર્દી અને દર્દીના પરિવારજનો માટે નાસ્તા અને જ્યુસ મળે છે.હાલ કોરોના ને કારણે જ્યુસની માંગણી વધી છે જેથી સિવિલ હોસ્પિટલની કેન્ટિનમાં જ્યુસના ભાવ વધારી દેવામાં આવ્યા છે. જ્યારે તે જ જ્યુસ બહાર અડધી કિંમતમાં મળી રહે છે.

કોરોનાને લીધે જ્યુસની માંગમાં વધારો
સિવિલ હોસ્પિટલ અને માંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં અત્યારે કોરોના ના દર્દીઓ દાખલ છે ત્યારે દર્દીઓના પરિવારજનો પણ 24 કલાક હોસ્પિટલમાં હાજર રહે છે.સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર પાસે કોન્ટ્રાક્ટ પરનું બ્રેક ટાઈમ નામનું ફૂડ કોર્ટ આવેલું છે.બ્રેક ટાઈમ ફૂડ કોર્ટમાં તમામ ફ્રૂટ જ્યુસ મળી રહે છે.સામાન્ય દિવસ કરતા અત્યારે ફ્રૂટ જ્યુસની માંગ વધુ હોવાને કારણે ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જ્યારે સિવિલ હોસ્પિટલની બહાર જ્યુસ સિવિલ કરતા ઓછી કિંમતમાં મળે છે.

જ્યુસની માંગમાં વધારો થતા કેન્ટીનમાં ભાવ વધારી દેવાયા
જ્યુસની માંગમાં વધારો થતા કેન્ટીનમાં ભાવ વધારી દેવાયા

સિવિલની કેન્ટીનમાં જ્યુસના ડબલ ભાવ
સિવિલ હોસ્પિટલની કોન્ટ્રાક્ટ દ્વારા આપેલ કેન્ટીનમાં પાઈનેપલ,મોસંબી, સંતરા, તડબૂચનો જ્યુસ 60માં અને દ્રાક્ષ તથા મિક્સ ફ્રૂટ જ્યુસ 80 રૂપિયામાં મળે છે. જ્યારે સિવિલની બહાર આવેલ દુકાનોમાં પાઈનેપલ જ્યુસ 30, દ્રાક્ષ 40, તડબૂચ 30, ગાજર બીટનો જ્યુસ 30 રૂપિયામાં મળે છે તથા મેંગો, ચીકુ જેવા જ્યુસ 25 રૂપિયામાં મળે છે.

સિવિલની બહાર અડધી કિંમતે જ્યુસ મળે છે.
સિવિલની બહાર અડધી કિંમતે જ્યુસ મળે છે.

મજબૂરીમાં વધુ પૈસા ચૂકવે છે લોકો
સિવિલ હોસ્પિટલમાં મોટા ભાગના જરૂરિયાતમંદ દર્દીઓ આવતા હોય છે. જેમને વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર આપવામાં આવેલ કેન્ટિન દ્વારા સિવિલની બહાર આવેલ દુકાનો કરતા પણ ડબલ અથવા વધુ ભાવ લેવામાં આવે છે. એક તરફ મફત સારવાર આપવામાં આવે છે ત્યારે અત્યારે જ્યુસની માંગ વધતા કેન્ટીન દ્વારા ભાવ વધારીને દર્દીઓને લુંટવામાં આવી રહ્યા છે જેની સામે સિવિલમાં સતાધીશો પણ મૌન છે. મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં એક મહિનાથી જ દર્દીઓ દાખલ કરવામાં આવી રહ્યા છે ત્યારે રાતોરાત ત્યાં પણ કેન્ટીન ઉભી કરી દેવામાં આવે છે અને દર્દીઓને રાહત દરની જગ્યાએ બહાર કરતા પણ ભાવ વધુ લેવામાં આવી રહ્યા છે.