તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:મનપા ચૂ્ંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ, 9મી સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 10મીથી મહાનગરોમાં જાહેર પ્રચાર શરૂ થશે

6 મહાનગરપાલિકાની સામાન્ય અને જૂનાગઢ મનપાની બે વોર્ડની પેટાચૂંટણી માટે શનિવારે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપે ગુરુવારે તમામ મહાનગરોના ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કર્યા બાદ મોટાભાગના ઉમેદવારોએ શુક્રવારે ઉમેદવારી નોંધાવી છે.

બીજી તરફ કોંગ્રેસની યાદીના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે, બાકીના શનિવારે ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારીના છેલ્લા દિવસે ભાજપ-કોંગ્રેસની સાથે આપ અને અન્ય પક્ષોના ઉમેદવારો પણ મેદાનમાં છે ત્યારે તડજોડના ભાગરૂપે અપક્ષોને પણ હરીફોના મત તોડવા મેદાનમાં ઉતારાશે. રાજકીય પક્ષોએ ટિકિટ ન આપતા નારાજ કાર્યકરોની અપક્ષ દાવેદારીના કારણે શનિવારે મોટી સંખ્યામાં ફોર્મ ભરાઈ શકે છે.

8 ફેબ્રઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે, 9મીએ ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ છે. જેથી 6 મનપાના તમામ વોર્ડમાં 9મીએ સાંજે આખરી ચિત્ર સ્પષ્ટ થશે. 10મીથી મહાનગરોમાં જાહેર પ્રચાર શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો