આતુરતાનો અંત:ગુજરાત પોલીસની ભરતીની શારીરિક કસોટીના કોલલેટર શુક્રવાર રાતના 8.50થી OJAS પરથી ડાઉનલોડ કરી શકાશે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
OJAS વેબસાઈટ પર કોલલેટર મોડી રાત સુધી ન આવતાં ઉમેદવારો ચિંતામાં રહ્યા - Divya Bhaskar
OJAS વેબસાઈટ પર કોલલેટર મોડી રાત સુધી ન આવતાં ઉમેદવારો ચિંતામાં રહ્યા
  • PSI અને LRD બંનેમાં ફોર્મ ભરનાર ઉમેદવારોએ એક જ કોલલેટર કાઢવાનો રહેશે
  • LRD અને PSIની શારીરિક કસોટી એક સાથે 3 ડિસેમ્બરથી શરૂ થશે
  • 15 મેદાનમાં લેવાનાર આ પરીક્ષામાં રાજ્યના 12 લાખ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

ગુજરાત પોલીસની PSI અને LRD ભરતીના ફિઝિકલ ટેસ્ટ માટેના કોલલેટર આખરે OJASની વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે. સવારથી ઉમેદવારો જે રીતે કોલલેટરની રાહ જોતા હતા તેનો આખરે રાતે 8.50 વાગ્યે અંત આવ્યો છે. PSI અને LRD બંનેમાં ફોર્મ ભરનાર ઉમેદવારોએ એક જ કોલલેટર કાઢવાનો રહેશે.

કોલલેટરને લઈને દિવસભર ઉમેદવારો મૂંઝવણમાં રહ્યા
ગુજરાત પોલીસની PSI અને લોકરક્ષક (LRD)ની ભરતીમાં 12 લાખ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે આગામી 3 ડિસેમ્બરથી ફિઝિકલ ટેસ્ટ રાજ્યના 15 જેટલા ગ્રાઉન્ડ પર લેવામાં આવનાર છે. ફિઝિકલ ટેસ્ટ માટેના કોલલેટર આજે 26 નવેમ્બરથી OJASની વેબસાઇટથી ડાઉનલોડ થશે તેવી જાહેરાત કરાઈ હતી. જોકે મોડીરાત સુધી OJAS વેબસાઈટ પર કોલલેટર અંગેની માહિતી મૂકવામાં ન આવતા ઉમેદવારોમાં ભારે ચિંતા અને અસમંજસની સ્થિતિ ઊભી થઈ હતી.

સવારથી વેબસાઈટ ચેક કરી રહ્યા છે ઉમેદવારો
26 નવેમ્બરથી કોલલેટર ડાઉનલોડ કરવામાં આવશે તેવી જાહેરાતના પગલે વહેલી સવારથી જ ઉમેદવારો OJASની વેબસાઇટ ઉપર કોલલેટરની તપાસ કરી રહ્યા છે. લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ કે PSI ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય દ્વારા કોલલેટર હજી સુધી કેમ વેબસાઇટ પર નથી મૂકવામાં આવ્યા તેની સોશિયલ મીડિયા કે વેબસાઈટ પર કોઈ જાહેરાત ન કરવામાં આવતા ઉમેદવારોમાં ભારે અસમંજસ ભરી સ્થિતિ ઊભી થઈ છે અને દોડની પરીક્ષા લેવાશે કે કેમ તેની પણ ચિંતા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ PSI અને LRD ભરતીની ફિઝિકલ ટેસ્ટના કોલ લેટર આજથી OJASપરથી ડાઉનલોડ કરી શકાશે

હસમુખ પટેલે 18 નવેમ્બરે કરેલું ટ્વીટ
હસમુખ પટેલે 18 નવેમ્બરે કરેલું ટ્વીટ

હસમુખ પટેલે ટ્વીટ કરીને આપી હતી જાણકારી
આ અગાઉ LRD ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ખુદ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. જે મુજબ, 26 નવેમ્બરથી લોકરક્ષક દળની પરીક્ષા માટે કોલ લેટર OJAS વેબસાઈટ પરથી ડાઉનલોડ થશે. જોકે વેબસાઈટ પર બપોરના 3 વાગ્યા સુધી કોઈપણ માહિતી ન આવતા સવારથી રાહ જોઈને બેઠેલા ઉમેદવારો મૂંઝાયા હતા.

LRDમાં 9.46 લાખ ઉમેદવારો નોકરીની રેસમાં
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.

PSIમાં કેટલી જગ્યા માટે ભરતી
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

અન્ય સમાચારો પણ છે...