તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

UGCની મંજૂરી:CA-CS થયેલા ઉમેદવારો હવે સીધા Ph.D કરી શકશે, ઉમેદવારે બીકોમ કે એમકોમ નહીં કરવું પડે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોર્પોરેટ વિશ્વની શ્રેષ્ઠ પદવી સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ) અને સીએસ (કંપની સેક્રેટરીસ)ની પદવી મેળવનારા ઉમેદવારો હવેથી સીધા જ પીએચડી કરી શકશે. યુજીસીએ સીએ અને સીએસ થયેલા ઉમેદવારોને સીધી જ મંજૂરી આપી દેતા હવે સીએ અને સીએસ થયેલા ઉમેદવારોને બીકોમ કે એમકોમ કરવાની જરૂર નહીં રહે.

સીએ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર અનિકેત તલાટીએ જણાવ્યું છે કે, ‘થોડા સમય પહેલાં યુજીસીએ કરેલા આદેેશમાં સીએ થયેલા ઉમેદવાર સીધા પીએચડી કરી શકશે. પ્રતિ વર્ષ સીએસ થયેલા આશરે 50થી 100 ઉમેદવારોને પીએચડી કરવાની તક મળી રહેશે.’

શનિવારે અમદાવાદ આવેલા સીએસ ઈન્સ્ટિટ્યૂટના નેશનલ ચેરમેન નગેન્દ્ર રાવે જણાવ્યું હતું કે, ‘યુજીસીએ આપેલી મંજૂરીના પગલે કંપની સેક્રેટરીસની ડીગ્રી મેળવનારા ઉમેદવારોને સ્નાતક કે અનુસ્નાતક કક્ષાની કોમર્સની પદવી મેળવવાની રહેશે નહી. સીધા જ પીએચડી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...