તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદની મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોએ ભરેલા ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. આજે સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. બાદમાં તંત્ર મતદાન માટેની વ્યવસ્થામાં લાગી જશે. ત્યારે જે ઉમેદવારોનું ફોર્મ માન્ય ઠર્યું છે. તેવા ઉમેદવારોએ મતદારોને આકર્ષવા અને રિઝવવા માટે પ્રચારના અવનવા પેંતરા શરૂ કરી દીધા છે. શહેરમાં રોજ રાત્રે લગ્નની જેમ વરઘોડા નીકળે છે પણ તેમાં મુરતિયા નહીં ઉમેદવાર હોય છે. ઉમેદવારોએ હવે શણગારેલી બગીમાં બેસીને વરઘોડો કાઢીને પ્રચાર શરુ કર્યો છે. બીજી બાજુ પ્રચાર દરમિયાન તેમના સમર્થકો ફટાકડા ફોડીને તેમનું સ્વાગત કરી રહ્યાં છે.
ચૂંટણીમાં રાજકારણીઓ કોરોનાને ભુલી ગયાં
શહેરમાં એક તરફ આ પ્રકારના વરઘોડા દ્વારા ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. તો બીજી બાજુ બાઈક રેલી દ્વારા પણ ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં જઈને પ્રચાર કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે રાજકારણીઓ કોરોનાને ભુલી ગયાં છે. તમામ પ્રકારના નિયમો ભુલાઈ ગયાં છે. જાણે કોરોના જેવું છે જ નહીં તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે સામાન્ય માણસને નિયમોનો ભંગ કરવા અંગે દંડ કરતી પોલીસ આ રાજકારણીઓને કેવી રીતે નિયમોનું પાલન કરાવશે? અમદાવાદના કોટ વિસ્તારમાં રાત્રે આ પ્રકારે પ્રચાર શરુ થયો છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં બાઈક રેલી નીકળી રહી છે. જેમાં ક્યાંય કોરોનાના નિયમોનું પાલન થતું હોવાનું જોવા મળતું નથી.
ચૂંટણીને પગલે પોલીસે 7 દિવસમાં માસ્ક વિનાના માત્ર 4244ને દંડ્યા
4 લાખ અમદાવાદીઓ પાસેથી માસ્કના બહાને 26 કરોડ દંડ વસૂલી લીધા બાદ ચૂંટણીની તારીખો જાહેર થતાં જ પોલીસે માસ્કનો દંડ વસૂલ કરવાનું જાણે બંધ કરી દીધું છે. 2020માં પોલીસ રોજ 3500થી 4000 લોકોને માસ્ક ન પહેરવા બદલ પકડતી હતી અને તેમની પાસેથી રોજનો કુલ 40 લાખ દંડ વસૂલ કરતી હતી. જોકે ચૂંટણીની તારીખો જાહેર થતાં જ પોલીસે માસ્કનો દંડ વસૂલ કરવાનું બંધ કરી દીધું છે. આ અંગે પોલીસે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ 1થી 7 ફેબ્રુઆરી સુધીના 7 દિવસમાં પોલીસે માત્ર 4244 લોકોને માસ્ક વગર પકડીને રૂ. 42.44 લાખ દંડ વસૂલ કર્યો છે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ઉમેદવારો કાર્યકરોને લઈને ફોર્મ ભરવા જાય છે. ઉપરાંત રેલી, સભા, સરઘસોમાં માસ્ક ન પહેરવા બદલ દંડ વસૂલવામાં પોલીસે પાછીપાની પણ કરવી પડી રહી છે, જેથી આક્ષેપ-પ્રતિઆક્ષેપોથી બચવા માટે સામાન્ય લોકો પાસેથી પણ દંડ વસૂલ કરવાનું બંધ કર્યાનું ચર્ચાય છે.
આવું જ રહ્યું તો કોરોનાથી બચી નહિ શકાય
કોરોનાની રસી જ્યાં સુધી દરેક વ્યક્તિ ન લઈ લે ત્યાં સુધી જો કોરોનાથી બચવું હોય તો માસ્ક ફરજિયાત પહેરો. આ સૂત્ર વડાપ્રધાને આખા દેશને અને ગુજરાત સરકારે બાંગ પોકારીને લોકો સુધી પહોંચાડ્યું છે. જોકે હજુ કોરોનાની બીમારી સંપૂર્ણપણે કંટ્રોલમાં આવી નથી, તેમ છતાં પોલીસ સરકારનું આ સૂત્ર ભૂલી ગઇ છે અને માસ્કના કાયદાનું પાલન કરાવવામાં પાછીપાની કરી રહી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.