તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચૂંટણી પંચે મહાપાલિકાઓમાં ઉમેદવારના ચૂંટણી ખર્ચની મર્યાદા 4 લાખથી વધારીને 6 લાખ કરી છે. પરંતુ ચા-પાણી, નાસ્તા સહિતના રોજિંદા ખર્ચના ભાવ 2019ની લોકસભાની ચૂંટણી વખતના જ રાખ્યા છે. કોવિડની પરિસ્થિતિને કારણે ભાવમાં કોઈ ફેરફાર નહીં કરાયાનું કારણ આપવામાં આવ્યું છે. ચૂંટણી પ્રચાર ખર્ચમાં સામાન્ય રીતે પ્રિન્ટિંગ, ઇલેક્ટ્રિક આઇટમ, ઇલેક્ટ્રોનિક આઇટમ, વીડિયો ગ્રાફી, ફોટોગ્રાફી, ફર્નિચર, જાહેરખબર, વાહનો, કેટરિંગ વગેરેનાે રોજિંદો ખર્ચ દરેક ઉમેદવારોએ નિભાવવાનો હોય છે.
આ માટે ખાસ ચૂંટણી ખર્ચ સેલ દ્વારા વિવિધ વસ્તુઓના દર નક્કી કરે છે જે પ્રત્યેક ઉમેદવાર તેમજ રાજકીય પક્ષોને લાગુ પડે છે. ચૂંટણી લડતા ઉમેદવાર તેમના ખર્ચનો હિસાબ કલેક્ટર સમક્ષ રજૂ કરે ત્યારે તે નક્કી કરેલા ભાવની સરખામણીએ ખર્ચ ગણવામાં આવતો હોય છે. જો કોઈ કિસ્સામાં ચૂંટણી અધિકારીએ જાહેર કરેલી ચીજવસ્તુઓ ન આવતી હોય તો તેવા કિસ્સામાં ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર તેમજ નોડલ અધિકારી સાથે ચર્ચા કર્યા બાદ જે લઘુતમ દર નક્કી કરવામાં આવે તે માન્ય ગણવામાં આવે છે.
કેટરિંગ સહિતના રોજિંદા ખર્ચ માટે મર્યાદા નક્કી થઈ
વિગત | ભાવ (રૂપિયામાં) |
ચા આખી | 12 |
ચા અર્ધી | 6 |
ગુજરાતી થાળી | 70 |
ગુજરાતી થાળી મીઠાઈ સાથે | 100થી 110 |
ભજીયા (100 ગ્રામ) | 25 |
ટોપી | 15 |
ગાંધી ટોપી | 2.5 |
તલવાર સાથે શક્તિપ્રદર્શન
સાબરમતીમાં ભાજપ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. ભાજપના ઉમેદવારોએ તલવાર લઈને શક્તિપ્રદર્શન કર્યું હતું. ઉમેદવારો અને કાર્યકરોની આ તસવીરો સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી અને આવા શક્તિ પ્રદર્શનના કારણની ચર્ચા હતી.
સોશિયલ મીડિયામાં પ્રચાર માટે કોઈ ગાઇડલાઇન નથી
રાજકીય ઉમેદવારો માટે રાજ્ય ચૂંટણી આયોગે સોશિયલ મીડિયા દ્વારા થતા પ્રચાર બાબતે કોઈ જ ગાઈડલાઈન બનાવી નથી. જેનો તમામ ઉમેદવારો ભરપુર લાભ ઉઠાવી રહ્યાં છે. માર્ગદર્શિકા મુજબ દરેક ઉમેદવારે ચૂંટણી ખર્ચનો હિસાબ રાખી ખર્ચની વિગતો દર્શાવતા રજિસ્ટરનો પણ નિભાવ કરવાનો છે. ચૂંટણી આયોગે ખર્ચ સંલગ્ન પ્રમાણિત કરેલા ભાવો મુજબ ઉમેદવારે ખર્ચ કરવાનો છે તે માટેની ભાવોની યાદી તૈયાર થઈ છે. મોટી રાષ્ટ્રીય પાર્ટીઓના ઉમેદવારોએ વોર્ડ મુજબ આઈટી ટીમો બનાવી સોશિયલ મીડિયા પાછળ બેહિસાબી ખર્ચ કરવાનું શરૂં કર્યું છે. અધિક કલેક્ટર હર્ષદ વોરાએ કહ્યું, સોશિયલ મીડિયાના ખર્ચ અંગે ચૂંટણી પંચે કોઈ ગાઈડલાઈન આપી નથી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.