ફરી વખત સૂચના:પોલીસ ભરતીમાં બીજા કોલલેટર પર ફરીથી દોડનારા ઉમેદવારોનું સરકારી નોકરીનું સપનું કાયમ માટે તૂટી જશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • PSI અને LRD બંનેમાં ફોર્મ ભરનારા ઘણા ઉમેદવારોને બે કોલલેટર મળ્યા છે

ગુજરાતમાં પોલીસ ભરતીમાં હાલ શારીરિક કસોટી ચાલી રહી છે. PSI અને LRDની ભરતીની આ કસોટી આગામી 29મી જાન્યુઆરી સુધી ચાલવાની છે. ત્યારે PSI અને LRD બંનેમાં ફોર્મ ભરનારા ઘણા ઉમેદવારોને બે કોલલેટર મળ્યા છે, પરંતુ આવા ઉમેદવારોએ માત્ર પહેલા કોલલેટર પર જ દોડવાનું છે, છતાં ઘણા ઉમેદવારો બીજા કોલલેટર પર દોડવા પ્રયાસ કરી રહ્યા છે, આવા ઉમેદવારો મોટી મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. તેઓ હાલની તથા ભવિષ્યમાં સરકારી ભરતીમાં ગેરલાયક ઠેરવાઈ શકે છે.

બીજા કોલલેટર પર પરીક્ષા આપવી ભારે પડશે
આ વિશે લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ઉમેદવારો કોલલેટરમાં આપેલી સૂચનાઓ બરાબર વાંચી લે. ઉમેદવારે એક જ વાર શારીરિક કસોટી આપવાની છે. બીજી વાર શારીરિક કસોટી આપવાનો પ્રયત્ન કરનાર ઉમેદવાર હાલની તથા સરકારની ભવિષ્યની ભરતી માટે ગેરલાયક ઠરશે.

પરીક્ષા તારીખ બદલવા દસ્તાવેજી પુરાવા રજૂ કરવા જરૂરી
બીજી તરફ પરીક્ષા તારીખ દરમિયાન ઘણા ઉમેદવારોના લગ્નની તારીખ, અન્ય સરકારી પરીક્ષા તથા અન્ય અંગત કારણોસર તારીખ બદલવા માટે અરજી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 2000થી વધુ ઉમેદવારોને કસોટીની તારીખ બદલવાની અરજી માન્ય રાખવામાં આવી છે. જોકે ઘણા ઉમેદવારોની અરજી રદ કરવામાં આવી છે. એવામાં પરીક્ષાની તારીખ બદલવાની અરજી કરનારા ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું કે તેઓ જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કરે, પુરાવા વિનાની અરજી નામંજુર કરવામાં આવે છે.